શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીર પોલીસના ડીએસપી દેવિન્દર સિંહની ધરપકડ બાદ દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. પોલીસે જણાવ્યું કે, દેવિન્દર ઘણીવાર બાંગ્લાદેશ જતો હતો. આ સંબંધમાં પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સિંહની ત્યારે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તે શુક્રવારે પોતાની ખાનગી કારમાં આતંકીઓને એક સ્થાનથી બીજા સ્થાને પહોંચાડી રહ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા અધિકારીની ગતિવિધિઓ થોડા સમયથી રડાર પર હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીજીપી દિલબાદ સિંહ અનુસાર, ડીએસપી દેવિન્દર સિંહ ઘણીવાર બાંગ્લાદેશ ગયો હતો, જેની તપાસ થઈ રહી છે. પોલીસ અનુસરા, દેવિન્દરની બે પુત્રીઓ બાંગ્લાદેશની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી છે કે બાંગ્લાદેશની યાત્રા પુત્રીઓને મળવા માટે હતી કે અન્ય કોઈ કારણ હતું. 


2019માં ત્રણવાર કરી હતી બાંગ્લાદેશની યાત્રા
સસ્પેન્ડેટ ડીએસપી દેવિન્દર વિશે તે વાત સામે આવી છે કે, તેણે પાછલા વર્ષે ત્રણવાર બાંગ્લાદેશની યાત્રા કરી હતી અને સમયગાળામાં તેના બેન્ક ખાતામાં લાખો રૂપિયાની લેવડ-દેવડ થઈ હતી. દેવિન્દર માર્ચ, મે અને જુલાઈમાં ત્રણવાર 2-3 દિવસ બાંગ્લાદેશ ગયો હતો. પોલીસે જણાવ્યું કે, પોલીસની તપાસનું વર્તુળ પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈ તરફ પણ મોટું થઈ ગયું છે. 


CAA પર ભાજપ સાથે વિવાદ, દિલ્હી વિધાનસભાની ચૂંટણી નહીં લડે શિરોમણી અકાલી દળ


આતંકીઓના નામના પત્ર મળ્યા
ગુપ્તચર તંત્ર (આઈબી)એ દેવિન્દર સિંહ દ્વારા ઘણા વર્ષ પહેલા લખેલા એક પત્ર વિશે જાણકારી મેળવી છે. દેવિન્દર તરફથી 2005માં લખાયેલા આ પત્રમાં દિલ્હી પોલીસ દ્વારા કાશ્મીરથી દિલ્હી તરફ જઈ રહેલા દિલ્હી-ગુરૂગ્રામ સરહદ પર પકડાયેલા ચાર આતંકીઓમાંથી એક માટે સુરક્ષિત માર્ગનું કહેવામાં આવ્યું હતું. સિંહની હાલમાં આતંકવાદીઓની મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પણ માહિતી મળી છે કે સંસદ હુમલાનો દોષી અફઝલ ગુરૂએ પોતાના વકીલને લખેલા પત્રમાં સિંહના નામનો ઉલ્લેખ કર્યો હતો. સૂત્રોએ કહ્યું કે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) હવે સિંહના 2005ના પત્રની પણ તપાસ કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના અન્ય સમાચાર