શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા છે. એક અધિકારીએ જણાવ્યું કે 'ગાહંદમાં સંક્ષિપ્ત ફાયરિંગ દરમિયાન બે આતંકીઓ માર્યા ગયા છે. તેમની ઓળખ સંબંધી જાણકારી ભેગી કરવામાં આવી રહી છે.' સુરક્ષાદળો દ્વારા ઘેરાબંધી અને સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. ત્યારબાદથી અથડામણ શરૂ થઈ ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીનગરના ડે.મેયરની વિવાદાસ્પદ હરકત, પોતાના નામની આગળ 'મુજાહિદ' શબ્દ લગાવ્યો


આતંકીઓમાં જૈશનો કમાન્ડર પણ સામેલ
એક અધિકારીએ જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીઓમાં જૈશનો કમાન્ડર પણ સામેલ છે. 


જયા પ્રદાથી ડરી ગયા આઝમ ખાન? જનસભામાં આપેલા નિવેદનથી રાજકારણમાં ખળભળાટ


ગાહંદ વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના મળી  હતી
દક્ષિણ  કાશ્મીરના શોપિયાના ગાહંદ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને શનિવારે સવારે સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...