Jammu-Kashmir: અનંતનાગમાં આતંકી અથડામણ, સુરક્ષાદળોએ 3 આતંકીઓનો ખાતમો કર્યો
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ મંગળવારે અથડામણમાં લશ્કર એ તૈયબાના 3 આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે આ જાણકારી આપી.
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ મંગળવારે અથડામણમાં લશ્કર એ તૈયબાના 3 આતંકીઓને ઠાર કર્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના આઈજી વિજયકુમારે આ જાણકારી આપી.
વિસ્તારમાં છૂપાયા હતા 3 આતંકી
સુરક્ષાદળોએ મંગળવારે સવારે અનંતનાગના કોકરનાગના વેલૂ ગામમાં લશ્કર એ તૈયબાના 3 આતંકીઓ છૂપાયેલા હોવાની જાણકારી મળી. ત્યારબાદ સુરક્ષાદળોએ જમ્મુ કાશ્મીર પોલીસ સાથે મળીને જોઈન્ટ અભિયાન ચલાવ્યું અને કાર્યવાહી શરૂ કરી. સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા અને એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ ઠાર કર્યા.
ગત અઠવાડિયે શોપિયામાં માર્યા ગયા હતા 3 આતંકીઓ
આ અગાઉ સુરક્ષાદળોએ જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં મોટી સફળતા મેળવી હતી. ગુરુવારે (6મે) ના રોજ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા આ સાથે તૌસીફ અહેમદ નામના આતંકીએ સુરક્ષાદળો સામે સરન્ડર કર્યું હતું. મળતી માહિતી મુજબ તમામ આતંકીઓ અલ બદર આતંકી સંગઠનના હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube