શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં ગુરૂવારે સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. સવારથી ચાલી રહેલ ઘર્ષણમાં સુરક્ષાદળનાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષાદળોને આશંકા છે કે પાછળનાં વિસ્તારમાંથી 2-3 આતંકવાદીઓ છુપાયેલા હોઇ શકે છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, ત્રાલ ક્ષેત્રમાં ગુલશન પોરા ગામમાં આતંકવાદીઓની હાજરી અંગે માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક પોલીસ અધિકારીએ કહ્યું કે, છુપાયેલા આતંકવાદીઓની ઘેરાબંધી જોઇને સુરક્ષાદળો પર ગોળીબાર ચાલુ કરી દીધો હતો. ત્યાર બાદ ઘર્ષણ ચાલુ થયું હતું. જે હજી પણ ચાલી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરક્ષાદળ દ્વારા છેલ્લા ઘણા સમયથી આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. જેનાં કારણે આતંકવાદીઓને કાશ્મીરમાં ટકવું મુશ્કેલ બની ચુક્યું છે. નવા વર્ષનાં ત્રીજા દિવસે જ થયેલા ઘર્ષણમાં 2 આતંકવાદીઓને ઠાર મારી દેવાયા છે. જ્યારે 3 હજુ પણ છુપાયેલા હોવાની આશંકા છે. 

પોલીસ અને લશ્કર દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે જ સ્થાનીકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિકો દ્વારા વારંવાર આતંકવાદીઓની મદદ કરવામાં આવતી હોય છે. જેના કારણે સ્થાનીકો અને પોલીસ તથા સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણની ઘટના સર્જાય છે.