નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સોમવારે સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. આ અથડામણ શોપિયાના સંગ્રાન ગામમાં થઈ રહી છે. કહેવાય છે કે સુરક્ષા દળોને વિસ્તારમાં કેટલાક આતંકીઓ છૂપાયેલા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ આતંકીઓની તપાસ માટે અભિયાન ચલાવવામાં આવ્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું. સુરક્ષા દળોના જણાવ્યાં મુજબ વિસ્તારમાં 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિસ્તારને ઘેરી લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અદભૂત 700 વર્ષ જૂનું મંદિર, જેનું દેશના સંસદ ભવન સાથે છે જબરદસ્ત કનેક્શન 


અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો સાથે અથડામણમાં હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓ માર્યા ગયા હતાં. માર્યા ગયેલા બંને આતંકીઓ સંગઠન કમાન્ડર રિયાઝ નાયકુના નજીકના હતાં. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે પુલવામા જિલ્લાના અવંતિપુરાના શારશાલી વિસ્તારમાં આતંકીઓની હાજરીની સૂચના મળ્યા બાદ ગુરુવાર વહેલી સવારે સુરક્ષા દળોએ તલાશી અને ઘેરાબંધી અભિયાન ચલાવ્યું. 


માર્યા ગયેલા આતંકીઓની ઓળખ અદનાન અહેમદ લોન ઉર્ફે યુકાબ અને આદિલ બિલાલ ભટ ઉર્ફે ઉમૈસ હિજ્બી તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું કે બંને હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતાં. પોલીસ રેકોર્ડ મુજબ લોન પુલવામા માટે હિજબુલનો સ્વયંભૂ જિલ્લા કમાન્ડર હતો. બંને આતંકીઓ સુરક્ષા પ્રતિષ્ઠાનો પર હુમલા અને સામાન્ય નાગરિકોના ઉત્પિડનના મામલાઓમાં વોન્ટેડ હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...