હંદવાડા: જમ્મૂ કાશ્મીરમાં બુધવારે ઉત્તરી કાશ્મીરના હંદવાડામાં સુરક્ષાબળો અને આતંકવાદી વચ્ચે ફરી એકવાર અથડામણ થઇ જેમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીને ઠાર માર્યા છે. આ પહેલાં શોપિયામાં થયેલા એન્કાઉન્ટરમાં પણ એક આતંકવાદી ઠાર માર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હંદવાડામાં અથડામણ કરાલકુંડ વિસ્તારમાં સેના અને પોલીસનું જોઇન્ટ સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. સુરક્ષાબળોએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીને ઠાર માર્યા છે. 


મળતી માહિતી અનુસાર સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સને હંદવાડામાં બે લશ્કર આતંકવાદીઓ છુપાયા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સેનાએ જમ્મૂ કાશ્મીર પોલીસ અને સીઆરપીફની સાથે શોધખોળ અભિયાન ચલાવ્યું. 


ઠાર મારેલા આતંકવાદીઓમાં લશ્કરના એક કમાન્ડર નસીરૂદ્દીન લોન પણ સામેલ હતો. આ આતંકવાદી આ વર્ષે એપ્રિલમાં સોપારમાં ત્રણ સીઆરપીફ જવાનો અને હંદવાડામાં પણ ત્રણ સીઆરપીફ જવાનોની હત્યામાં સામેલ હતો. 


તો બીજી તરફ શોપિયા એન્કાઉન્ટરમાં ઠાર મારેલા આતંકવાદીનું નામ તાલિબ હુસૈન મીર છે જે હિજબુલ મુજાહિદ્દીન સંગઠન સાથે જોડાયેલું હતું. 


હંદવાડામાં સર્ચ સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલું છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube