જમ્મુમાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, બસ સ્ટેન્ડ પર ઊભેલી બસમાંથી વિસ્ફોટકોનો જથ્થો મળ્યો
જમ્મુને આતંકી હુમલાથી હચમચાવી નાખવાના આતંકીઓના એક મોટા ષડયંત્રને સુરક્ષાદળોએ સમયસર નિષ્ફળ બનાવી દીધો. પંજાબ સરહદે આવેલા જમ્મુના કઠુઆ જિલ્લાના બિલાવરથી જમ્મુ આવી રહેલી એક ખાનગી બસમાંથી સુરક્ષાદળોએ 15 કિલો આરડીએક્સ જપ્ત કર્યું.
જમ્મુ: જમ્મુને આતંકી હુમલાથી હચમચાવી નાખવાના આતંકીઓના એક મોટા ષડયંત્રને સુરક્ષાદળોએ સમયસર નિષ્ફળ બનાવી દીધો. પંજાબ સરહદે આવેલા જમ્મુના કઠુઆ જિલ્લાના બિલાવરથી જમ્મુ આવી રહેલી એક ખાનગી બસમાંથી સુરક્ષાદળોએ 15 કિલો આરડીએક્સ જપ્ત કર્યું. આ મામલે પોલીસે ચાલક દળના બે સભ્યોની અટકાયતા કરી અને હાલ પૂછપરછ ચાલુ છે. સૂત્રોના હવાલે માહિતી મળી છે કે બિલાવરથી રવાના થયા પહેલા બસ કન્ડક્ટરને એક મહિલા અને એક પુરુષે એમ કહીને આ બેગ આપી હતી કે જમ્મુ બસ સ્ટેન્ડ પર તેને લેવા માટે કોઈક આવશે.
પોલીસ આરડીએક્સ આપનારા તે કપલની અને તેને લેવા આવનારા વ્યક્તિની શોધમાં દરોડા પાડી રહી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી કાશ્મીર ખીણમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્તના કારણે પોતાની યોજનાઓમાં નિષ્ફળ જઈ રહેલા આતંકવાદીઓ પાકિસ્તાની આકાઓના ઈશારે જમ્મુને હચમચાવી નાખવાનું વારંવાર ષડયંત્ર રચી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ જમ્મુના કઠુઆ જિલ્લામાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન દરમિયાન 40 કિલોગ્રામ વિસ્ફોટકનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરક્ષાદળોએ કઠુઆના દિલાવલ વિસ્તારના દેવલ ગામમાં આ વિસ્ફોટક જપ્ત કર્યો હતો.
આધાતજનક...આ નકલી ડોક્ટર 10 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો, 70 હજાર સર્જરી કરી નાખી
આ બાજુ આજે સવારે જ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને એકવાર ફરીથી યુદ્ધવિરામનો ભંગ કરતા ભારતીય વિસ્તારોને નિશાન બનાવ્યાં. પાકિસ્તાને શાહપુર કેરની સેક્ટરમાં મોર્ટાર છોડ્યાં. ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે 28 સપ્ટેમ્બરના રોજ માત્ર 3 કલાકની અંદર જમ્મુ અને કાશ્મીરમાં 3 આતંકી હુમલા થયા હતાં. ગાંદરબલમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને માર્યા હતાં. શ્રીનગર અને ડોડામાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો. આતંકી હુમલા બાદ ડોડામાં સુરક્ષા ચુસ્ત બનાવવામાં આવી અને આતંકીઓની શોધમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...