આધાતજનક...આ નકલી ડોક્ટર 10 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો, 70 હજાર સર્જરી કરી નાખી

સહારનપુરના દેવબંદમાં પોલીસે એક નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. આ નકલી ડોક્ટર છેલ્લા 10 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો.

આધાતજનક...આ નકલી ડોક્ટર 10 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો, 70 હજાર સર્જરી કરી નાખી

સહારનપુર: સહારનપુરના દેવબંદમાં પોલીસે એક નકલી ડોક્ટરની ધરપકડ કરી છે. આ નકલી ડોક્ટર છેલ્લા 10 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. કહેવાય છે કે આ દરમિયાન તેણે હજારો સર્જરી પણ કરી નાખી. આરોપી પાસે જે ડિગ્રીઓ મળી છે તે કર્ણાટક મેડિકલ કાઉન્સિલ દ્વારા પ્રમાણિત છે અને ડિગ્રી કોઈ રાજેશ શર્માના નામ પર છે. 

70 हजार सर्जरी करने वाला फर्जी डॉक्टर गिरफ्तार, 10 सालों से चला रहा है क्लीनिक

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે રાજેશ શર્મા આજે પણ બેંગ્લુરુમાં પોતાની ક્લિનિક ચલાવે છે અને આરોપી ઓમપાલ શર્મા તેમની સાથે ક્લિનિકમાં કામ કરતો હતો. અહીં સ્વાસ્થ્ય વિભાગની પણ એક મોટી બેદરકારી સામે આવી છે કારણ કે આ નકલી ડોક્ટરે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામા આવતી આયુષ્યમાન યોજનામાં પણ રજિસ્ટ્રેશન કરાવેલું હતું. જો સ્વાસ્થ્ય વિભાગ યોગ્ય રીતે તેના દસ્તાવેજોની ચકાસણી કરત તો આ ડોક્ટરની પોલ પહેલા જ ખુલી ગઈ હોત. 

જુઓ LIVE TV

એસપી ગ્રામીણ વિદ્યાસાગર મિશ્રાએ જણાવ્યું કે ખોટી રીતે નર્સિંગ હોમ ક્લિનિક ચલાવતા પકડાયેલા આરોપી ઓમપાલ શર્માએ જણાવ્યું કે તેણે અત્યાર સુધીમાં લગભગ 70000 જેટલા ઓપરેશન કર્યા છે. આ ઉપરાંત ઓમપાલ શર્મા દ્વારા દેવબંદ અને નાગલમાં બે નર્સિંગ હોમ પણ ચલાવવામાં આવતા હતાં. પોલીસનું કહેવું છે કે ઓમપાલ પર કેસ દાખલ કરીને કાર્યવાહી થઈ રહી છે. તપાસ બાદ જે પણ તથ્યો સામે આવશે તેના આધારે તેના પર એક્શન લેવાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news