જમ્મુ કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણયો, PDP સાંસદે ફાડી બંધારણની કોપી, પછી ફાડ્યો પોતાનો કૂર્તો
ગૃહ મંત્રી અમિત શાહ કેબિનેટ બેઠક બાદ સંસદ પહોંચ્યાં. તેઓ આજે 11 વાગે રાજ્યસભામાં અને 12 કલાકે લોકસભામાં જમ્મુ અને કાશ્મીરના હાલાત પર જવાબ આપવાના છે. અમિત શાહે આજે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે પણ ચર્ચા કરી.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરને લઈને કેન્દ્ર સરકાર તરફથી આજે રાજ્યસભામાં મોટી જાહેરાત કરવામાં આવી છે. ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન બિલ રજુ કર્યું. આ સાથે જ રાજ્યમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કર્યો. નવા કાયદા મુજબ કલમ 370ના તમામ ખંડ રાજ્યમાં લાગુ રહેશે નહીં. જમ્મુ અને કાશ્મીરથી આર્ટિકલ 35એ હટાવવામાં આવી છે. સરકારે ગેઝેટ નોટિફિકેશન દ્વારા તેને હટાવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આર્ટિકલ 35એ હટાવવાની મંજૂરી આપી દીધી છે. આ ઐતિહાસિક નિર્ણય બાદ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખના લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
જમ્મુ અને કાશ્મીર બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું. આ સાથે જ લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. કલમ 370 જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી હતી. પુર્નગઠન બિલ રજુ થયા બાદ રાજ્યસભામાં વિપક્ષે ખુબ જ હોબાળો મચાવ્યો. રાજ્યસભામાં પીડીપી સાંસદ નાઝિર અહેમદ અને એમએમ ફૈયાઝ અહેમદે હોબાળો કર્યો. બંનેએ બંધારણની કોપી ફાડવાની કોશિશ કરી. ત્યારબાદ તેમને સદનમાંથી બહાર કરવામાં આવ્યાં. આ દરમિયાન એમએમ ફૈયાઝ અહેમદે પોતાનો કૂર્તો પણ ફાડી નાખ્યો.
જમ્મુ કાશ્મીર પર મોટી જાહેરાત થાય તેવી શક્યતા, અમિત શાહ સંસદમાં આપશે નિવેદન
ગૃહ મંત્રી અમિત શાહ અને પીએમ મોદી સંસદ પહોંચ્યાં
ગૃહ મંત્રી અમિત શાહ કેબિનેટ બેઠક બાદ સંસદ પહોંચ્યાં. તેઓ આજે 11 વાગે રાજ્યસભામાં અને 12 કલાકે લોકસભામાં જમ્મુ અને કાશ્મીરના હાલાત પર જવાબ આપવાના છે. અમિત શાહે આજે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે પણ ચર્ચા કરી.
કાશ્મીરમાં રાષ્ટ્ર ધ્વજ કે રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન ગુનો નથી, જાણો આ કારણોસર વિવાદમાં છે કલમ 370
જુઓ LIVE TV