જમ્મૂના ડોડામાં આતંકીઓ સાથે અથડામણ, એક જવાન શહીદ, 2 આતંકીઓ ઠાર
ભારતીય સેના અને આતંકીઓ વચ્ચે જમ્મૂ-કાશ્મીરના ડોડામાં અથડામણ ચાલી રહી છે. સેનાએ બે આતંકીઓને ઘેરી લીધા છે.
ડોડાઃ જમ્મૂ-કાશ્મીરના ડોડાના જંગલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જેમાં અત્યાર સુધી 2 આતંકી માર્યા ગયા છે જ્યારે 1 જવાન પણ શહીદ થયો છે. સુરક્ષાદળોએ સવારે આતંકીઓની જાણકારી મેળવ્યા બાદ ઘેરાબંધી શરૂ કરી હતી.
મહત્વનું છે કે આતંકીઓના એનકાઉન્ટર માટે રાષ્ટ્રીય રાયફલ, સીઆરપીએફ અને જમ્મૂ-કાશ્મીર પોલીસની ટીમ જોઇન્ટ ઓપરેશન કરી રહી છે. ડોડાના જંગલમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ એનકાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર