મારી ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ અહીં નથી બેઠી. બારામુલ્લા અને શ્રીનગરમાં બેઠી છે. ત્રણ વખત પાકિસ્તાન પર કાશ્મીરના કારણે જંગ થોપવામાં આવી, જે અમે લડી...અમે 300 વખત જંગ લડવા માટે તૈયાર છીએ. કોઈના મનમાં કોઈ પણ પ્રકારનો શક ન હોવો જોઈએ...આ ભડકાઉ શબ્દો પાકિસ્તાનના કેરટેકર પ્રધાનમંત્રીના છે. તેનાથી સ્પષ્ટ છે કે ચૂંટણી નજીક આવતા જ પાકિસ્તાન પોતાના કાશ્મીર એજન્ડાને ફોકસમાં લાવવા માંગે છે. પાકિસ્તાનના પીએમે પીઓકેમાં આવું કહીને ઉક્સાવ્યા હતા અને એક અઠવાડિયાની અંદર જ જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકીઓએ હુમલો કર્યો. ગઈ કાલે જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં હથિયારોથી લેસ આતંકીઓએ સેનાની બે ગાડીઓ પર ઘાત લગાવીને હુમલો કર્યો. જેમાં ચાર સૈનિકો શહીદ થયા અને ત્રણ ઘાયલ છે. દુનિયા સારી પેઠે જાણે છે કે પાકિસ્તાન આમને સામનેની જંગ લડી શકે તેમ નથી આથી તે આતંકીઓ ઉછેરે છે અને કાશ્મીરમાં મોકલે છે. 


શું બોલ્યા પાકિસ્તાની પીએમ
પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી છે અને બે મહિના બાદ ભારતમાં લોકસભા ચૂંટણી થવાની છે. તે પહેલા પાકિસ્તાન બોર્ડર પર માહોલ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યું છે. ત્યાંના કેરટેકર પ્રાઈમ મિનિસ્ટર અનવર ઉલ હક કાકરનો એક વીડિયો 14 ડિસેમ્બરે સામે આવ્યો હતો. તેઓ પીઓકેમાં હતા અને ત્યાંની એસેમ્બલીના સ્પેશિયલ સેશનને સંબોધિત કરી રહ્યા હતા. મુઝફ્ફરાબાદમાં તેમણે પોતાની સ્પીચમાં અનેક વખત બારામુલ્લા અને શ્રીનગરનું નામ લીધુ. કાકરે જોશમાં હાથના ઈશારે કહ્યું હતું કે મારી ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ અહીં નથી બેઠી, મારી ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ બારામુલ્લા અને શ્રીનગરમાં બેઠી છે. ત્યારબાદ સામે બેઠેલા લોકો મેજ થપથપાવવા લાગ્યા હતા અને હવે તેની અસર જોવા મળી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube