Darbar Move: જમ્મુ કાશ્મીરમાં ખતમ થઈ 149 વર્ષ જૂની દરબાર મૂવ પ્રથા, ઓફિસરોને આવાસ ખાલી કરવાનો આદેશ
જમ્મુ કાશ્મીરની જોડિયા રાજધાની શ્રીનગર અને જમ્મુની વચ્ચે દર 6 મહિને થનારી દરબાર મૂવની 149 વર્ષ જૂની સત્તાવાર પ્રથા આખરે ખતમ થઈ ગઈ છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ 20 જૂને કહ્યું હતું કે પ્રશાસને ઈ-ઓફિસનું કામ પૂરું કરી લીધું છે.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરની જોડિયા રાજધાની શ્રીનગર અને જમ્મુની વચ્ચે દર 6 મહિને થનારી દરબાર મૂવની જૂની પ્રથા આખરે ખતમ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીર સરકારે બુધવારે કર્મચારીઓને આપવામાં આવતા આવાસ વહેંચણીને રદ કરી દીધી છે. ઓફિસરોને આગામી 3 અઠવાડિયાની અંદર આવાસ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ 20 જૂને કહ્યું હતું કે - પ્રશાસને ઈ-ઓફિસનું કામ પૂરું કરી લીધું છે. જેના કારણે સરારી ઓફિસોના વર્ષમાં બે વખત થનારા દરબાર મૂવની પ્રથાને ચાલુ રાખવાની કોઈ જરૂર નથી. જમ્મુ અને શ્રીનગરમાં દરબાર મૂવ અંતર્ગત જે અધિકારીઓને આવાસ વહેંચણી કરવામાં આવી હતી, તેમને ત્રમ અઠવાડિયાની અંદર તેને ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે.
દરબાર મૂવ ખતમ થતાં દર વર્ષે 200 કરોડ રૂપિયા બચશે:
દરબાર મૂવને ખતમ કરવાના નિર્ણયથી રાજકોષને દર વર્ષે 200 કરોડ રૂપિયાની બચત થશે. આ નિર્ણય પછી સરકારી ઓફિસ હવે જમ્મુ અને શ્રીનગર બંને જગ્યાએ સામાન્ય રીતે કામ કરશે. રાજભવન, સિવિલ સચિવાલય, બધા મુખ્ય વિભાગ અધ્યક્ષના કાર્યાલય પહેલાં દરબાર મૂવ અંતર્ગત જમ્મુ અને શ્રીનગરની વચ્ચે ઠંડી અને ગરમીની સિઝનમાં ટ્રાન્સફર થતી હતી.
આ પણ વાંચોઃ કોરોના વેક્સિનથી પ્રભાવિત થાય છે પ્રજનન ક્ષમતા? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ
શું છે દરબાર મૂવ અને ક્યારે તેની શરૂઆત થઈ:
હકીકતમાં સિઝન બદલવાની સાથે દર 6 મહિનામાં જમ્મુ કાશ્મીરની રાજધાની પણ બદલાઈ જાય છે. રાજધાની શિફ્ટ થવાની આ પ્રક્રિયાને દરબાર મૂવના નામથી ઓળખવામાં આવે છે. 6 મહિના રાજધાની શ્રીનગરમાં રહે છે અને 6 મહિના જમ્મુમાં. રાજધાની બદલવાની પરંપરા 1862માં ડોગરા શાસક ગુલાબ સિંહે શરૂ કરી હતી. ગુલાબ સિંહ મહારાજા હરિ સિંહના પૂર્વજ હતા. જેમના સમયથી જમ્મુ કાશ્મીર ભારતનું અંગ બન્યું હતું.
એક વખત રાજધાની બદલવામાં થતું હતું 110 કરોડનું આંધણ:
ઠંડીની સિઝનમાં શ્રીનગરમાં અસહ્ય ઠંડી પડે છે અને ગરમીમાં જમ્મુની ગરમી થોડી તકલીફદાયક હોય છે. તેને જોતાં ગુલાબ સિંહે ગરમીના દિવસોમાં શ્રીનગર અને ઠંડીના દિવસોમાં જમ્મુને રાજધાની બનાવવાનું શરૂ કર્યું હતું. રાજધાની શિફ્ટ કરવાની આ પ્રક્રિયા જટિલ અને ખર્ચાળ હતી. આ કારણે તેનો વિરોધ પણ થતો રહેતો હતો. એક વખત રાજધાની શિફ્ટ કરવામાં લગભગ 110 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો. જોકે હવે દરબાર મૂવ પ્રથા ખતમ થતાં આ પૈસાનો બચાવ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube