Corona Vaccine: કોરોના વેક્સિનથી પ્રભાવિત થાય છે પ્રજનન ક્ષમતા? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 રસીકરણ માટે રાષ્ટ્રીય નિષ્ણાંત દળ (એનઈજીવીએસી) એ સ્તનપાન કરાવતી બધી મહિલાઓને પણ રસી લેવાનું સૂચન કર્યું છે અને કહ્યું કે, તે સુરક્ષિત છે. 

Corona Vaccine: કોરોના વેક્સિનથી પ્રભાવિત થાય છે પ્રજનન ક્ષમતા? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ

નવી દિલ્હીઃ કોરોના વેક્સિનને લઈને વંધ્યત્વ અથવા પ્રજનના ક્ષમતાને લઈને ફેલાવવામાં આવી રહેલી અફવાઓ અને ભ્રમને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, વેક્સિન લીધા બાદ મહિલાઓ અથવા પુરૂષોમાં વંધ્યત્વના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી અને પ્રજનન ક્ષમતા પર કોઈ અસર પડતી નથી. મંત્રાલયે સામાન્ય લોકોને વિશ્વાસ અપાવ્યો કે વેક્તિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તે કોરોનાના પ્રભાવને રોકવામાં સક્ષમ છે. 

અફવાઓ બાદ આવ્યું નિવેદન
મંત્રાલયનું આ નિવેદન મીડિયામાં આવેલી તે ખબરોને લઈને આવ્યું છે જેમાં કોરોના વેક્સિનને કારણે પ્રજનન ઉંમરના લોકો વચ્ચે વંધ્યત્વને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયામાં આવેલી કેટલીક ખબરોમાં એક તબક્કામાં વિભિન્ન અંધવિશ્વાસો અને મિથકોને ઉજાગર કરવામાં આવ્યા છે. 

— ANI (@ANI) June 30, 2021

પ્રજનન ક્ષમતા નથી થતી પ્રભાવિત
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પોલિયો અને ઓરી-રૂબેલા વિરુદ્ધ રસીકરણ અભિયાન દરમિયાન પણ આ પ્રકારની ભ્રામક વાતો અને અફવાઓ ફેલાવવામાં આવી હતી. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, ઉપલબ્ધ રસીમાંથી કોઈપણ પ્રજનન ક્ષમતાને પ્રભાવિત નથી કરતી કારણ કે બધી રસીની ટ્રાયલ પહેલા જાનવરો અને બાદમાં મનુષ્યો પર કરવામાં આવે છે જેથી તે જાણકારી મેળવી શકાય કે તેની કોઈ આડઅસરતો નથી ને. 

સ્વાસ્થ્ય મંત્રાલયે આગળ કહ્યું કે, બાળકોમાં કોરોના હંમેશા એસિમ્પ્ટોમેટિક (લક્ષણ વગરનો) હોય છે અને લગભગ ક્યારેક જ હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય છે. સંક્રમિત થનારા બાળકોમાં માત્ર કેટલાક બાળકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર હોય છે. 2-18 વર્ષના બાળકોમાં પણ કોવૈક્સિનની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. આવનારી કોરોનાની લહેર દરમિયાન બાળકો પર પ્રતિકૂળ પ્રભાવ પડવાથી મોટા સ્તર પર પ્રભાવિત થવાના સંબંધમાં અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. નિષ્ણાંતોએ અનેક મંચો પર આ આશંકાઓને દૂર કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news