શ્રીનગર: કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. શોપિયામાં ગત 24 કલાકમાં 9 આતંકવાદી ઠાર માર્યા છે. શોપિયાના પિંજોરામાં ચાલી રહેલા એન્કાઉન્ટર પુરૂ થઇ ગયું છે. આજે 4 આતંકવાદી ઠાર માર્યા છે. આ ચારે હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં ગોળા બારૂદ અને હથિયાર મળી આવ્યા છે. દક્ષિણી કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબન વિસ્તારમાં ગઇકાલે 5 આતંકવાદી ઠાર માર્યા હતા. એટલે કે ગત 24 કલાકમાં જિબજુલના 9 આતંકવાદીઓને ઠાર માર્યા છે. 


પોલીસે કહ્યું કે શોપિયા જિલ્લાના દક્ષિણ કાશ્મીરના પિંજુરા ગામમાંથી સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે રાતે શરૂ થયેલી મુઠભેડમાં ચાર આતંકવાદીને ઠાર માર્યા છે. ત્રણ જવાન ઘાયલ થયા છે પરંતુ સામાન્ય ઇજા પહોંચી છે. 


પોલીસ ડીજીપીએ કહ્યું કે આજે સવારે આર્મી અને સીઆરપીએફની યૂનિટ સાથે શરૂ કરવામાં આવેલા ઓપરેશનમાં તમામ ચાર આતંકવાદી ઠાર માર્યા છે. આ હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા અને તેમાંથી બે હાઇ રેન્કના અને આતંકવાદી સંગઠનના જૂના સભ્ય હતા. ગત 24 કલાકમાં હિજબુલના 9 આતંકવાદીને સુરક્ષાબળોને ઠાર માર્યા છે. 


એક પોલીસ અધિકારીએ કહ્યું કે ચાર લાશ મળી આવી છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે જ્યારે શોધખોળ અભિયાન હજુ ચાલી છે. ગઇકાલે આ જિલાના રેબન શોપિયામાં થયેલી મુઠભેડમાં હિબજુલના એક ટોચના કમાન્ડર સહિત 5 આતંકવાદી ઠાર માર્યા હતા. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube