Jammu kashmir: ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓ વચ્ચે આજથી કાશ્મીરી પંડિતોનું ઘાટીમાંથી સામૂહિક પલાયન
હવે પીઠ પાછળ વાર કરતા આતંકીઓની આ કાયરતાપૂર્ણ હરકતો બાદ આજથી કાશ્મીરી પંડિતોએ કાશ્મીર ઘાટીમાંથી એકસાથે પલાયન કરવાની જાહેરાત કરી છે.
Target Killing In Jammu And Kashmir: જમ્મુ અને કાશ્મીરમાં હાલ આતંકીઓ ટાર્ગેટ કિલિંગ કરીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. એક જ મહિનામાં 9 લોકો ટાર્ગેટ કિલિંગની ઘટનાઓનો ભોગ બન્યા છે. જેના કારણે હિન્દુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે પીઠ પાછળ વાર કરતા આતંકીઓની આ કાયરતાપૂર્ણ હરકતો બાદ આજથી કાશ્મીરી પંડિતોએ કાશ્મીર ઘાટીમાંથી એકસાથે પલાયન કરવાની જાહેરાત કરી છે.
કાશ્મીરમાં હાલ ઉથલપાથલ મચેલી છે. રામબનથી કાશ્મીરી પંડિતો ઘર છોડીને જઈ રહ્યા હોવાના અહેવાલ છે. આ લોકો કાશ્મીરમાં કામ કરતા હતા. રામબન જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવેનો સેન્ટ્રલ પોઈન્ટ છે. કાશ્મીરી પંડિતો આ વર્ષે 9 જૂને થનારા ખીર ભવાની મેળાનો પણ વિરોધ કરવાના છે. કાશ્મીરી પંડિતો માટે આ મુખ્ય તહેવાર હોય છે. જેને ધાર્મિક સદભાવ અને કાશ્મીરીયતનું પ્રતિક ગણવામાં આવે છે. તેની વ્યવસ્થા માટે મુસ્લિમો પણ મદદ કરે છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube