Jammu Kashmir: શોપિયાંમાં આતંકી હુમલો, ત્રણ બિન-કાશ્મીરી મજૂરોને મારી ગોળી
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકીઓએ બિન-કાશ્મીરી લોકોને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં ત્રણ મજૂરોને ગોળી વાગી છે.
જમ્મુ-કાશ્મીરઃ Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં એકવાર ફરી આતંકીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવ્યા છે. અધિકારીઓ પ્રમાણે શોપિયાં જિલ્લામાં ગુરૂવાર (13 જુલાઈ) ની રાત્રે આતંકીઓએ ત્રણ બિન-કાશ્મીરી મજૂરોને ગોળી મારી દીધી છે. આ ઘટના દરમિયાન ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
તો પોલીસ અને સેનાના જવાનોએ શોપિયાંના ગગરાનમાં ઘેરાબંધી કરી છે. સુરક્ષાદળ આતંકીઓને શોધી રહ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે ગોળી લાગવાથી ઈજાગ્રસ્ત થનારા મજૂરોની ઓળખ અનમોલ, હિરાલાલ અને પિન્ટોના રૂપમાં થઈ છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube