શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમાં શનિવારે સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ દરમિયાન સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. કાશ્મીર ઘાટીમાં છેલ્લા 24 કલાકમાં આ બીજી અથડામણ છે. આ રીતે છેલ્લા 24 કલાકમાં કાશ્મીર ઘાટીમાં 6 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોવાની ગુપ્ત જાણકારી મળી તો પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળોની ટીમ પર ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં ત્રણેય આતંકીઓને ઠાર કરી દીધા છે. 


J-K: પુંછમાં પાકિસ્તાને તોડ્યું સીઝફાયર, ગોળીબારીમાં ત્રણ નાગરિકોના મોત  


તમને જણાવી દઈએ કે કાશ્મીર ઘાટીમાંથી આતંકના સફાયા માટે સુરક્ષા દળો સતત ઓપરેશન ચલાવી રહ્યાં છે. સુરક્ષા દળો આતંકવાદીઓને શોધી શોધીને મારી રહ્યાં છે. સુરક્ષા દળોને ઘાટી આતંકી સંગઠનોના કમાન્ડરોને પણ ઢેર કરવા અને આતંકની કમર તોડવામાં સફળતા મળી છે. આ વર્ષે અત્યાર સુધી કાશ્મીર ઘાટીમાં 136 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube