શ્રીનગર : જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં ગુરૂવારે જૈશ એ મોહમ્મદના એક આતંકવાદીએ આત્મઘાતી હૂમલાને અંજામ આપતા વિસ્ફોટકોથી લદાયેલ વાહનથી સીઆરપીએફ જવાનોની બસને ટક્કર મારી દીધી હતી. આ હૂમલામાં 18 જવાન શહીદ થઇ ગયા. આ આત્મઘાયી હૂમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદએ લીધી છે. સૌથી જોવાની વાત એ છે કે આ આત્મઘાતી હૂમલાને અંજામ આપનારા આતંકવાદી પાકિસ્તાનનાં નથી. તે ખીણનો જ રહેવાસી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ કાશ્મીર: ઉરી પછીનો સૌથી મોટો હૂમલો જૈશ એ મોહમ્મદનાં આદિલે લીધી જવાબદારી

આ આતંકવાદીની ઓળખ પુલવામાના કાકાપોરાનાં રહેનારા આદિલ અહેમદ તરીકે થઇ છે. પોલીસે જણાવ્યું કે, આદિલ અહેમદ 2018માં જૈશ એ મોહમ્મદમાં જોડાયો હતો. તે ત્યારથી જ ખીણમાં મોટો આતંકવાદી હૂમલો કરવાની ફિરાકમાં હતો. સુરક્ષાદળોનું કહેવું છે કે આદિલને થોડા દિવસ પહેલા જ એક ઓપરેશન દરમિયાન ઘેરી પણ લેવાયો હતો. જો કે તે ગમે તેમ કરીને બચી નિકળ્યો હતો. 


J&K: પુલવામાં આતંકવાદી હૂમલો રાહુલ, ઉમર અબ્દુલ્લા અને મહેબુબાએ નિંદા કરી

આ હૂમલા બાદ જૈશ એ મોહમ્મદે આદિલ ડારનો એક વીડિયો બહાર પાડ્યો છે. કહેવાઇ રહ્યો છે કે આ વીડિયોને આ આત્મઘાતી હૂમલા પહેલા શુટ કરવામાં આવ્યો. આ વીડિયોમાં આદિલ પાછળ જૈશ એ મોહમ્મદનું બેનર દેખાઇ રહ્યું છે. જેમાં તે પોતે તમામ હથિયારો સાથે છે. આ હૂમલા બાદ જૈશના પ્રવક્તા મોહમ્મદ હસને દાવો કર્યો કે, આ હૂમલામાં સેનાનાં અનેક વાહન નષ્ટ કરી દેવામાં આવ્યા છે. 


J&K Pulwama IED Blast: 7 દિવસ પહેલા જ અપાઇ હતી ચેતવણી, છતા બેદરકારી

અગાઉ જમ્મુ અને કાશ્મીરના પુલવામાં જિલ્લામાં શ્રીનગર-જમ્મુ રાજમાર્ગ પર ગુરૂવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા એક આત્મઘાતી હૂમલામાં સીઆરપીએફનાં 18 જવાન શહીદ થઇ ગયા અને 45 અન્ય ઘાયલ થયા છે. પોલીસે કહ્યું કે, આતંકવાદીઓએ અહીંથી આશરે 30 કિલોમીટર દુર લોથપોરા વિસ્તારમાં અપરાન્હ આશરે 03.15 વાગ્યે સીઆરપીએફ બસને નિનાશ બનાવીને આઇઇડી વિસ્ફોટ કર્યો. 


J&K Pulwama IED Blast: વર્ષનો સૌથી મોટો આતંકવાદી હૂમલો, 20 CRPF જવાન શહીદ

વિસ્ફોટ એટલો ભયાનક હતો કે બસનાં ચીથરા ઉડી ગયા અને આસપાસ વિખરાયેલા ક્ષત- વિક્ષત શબોને જોઇ શકાય. પોલીસનાં એક અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટની ઘટના શ્રીનગર જમ્મુ રાજમાર્ગ પર અવંતિપોરા વિસ્તારમાં થઇ. રિપોર્ટ અનુસાર આતંકવાદીઓએ વિસ્ફોટ કર્યા બાદ સીઆરપીએફ બસ પર ગોળીઓ વરસાવી હતી. જમ્મુ અને કાશ્મીર પ્રમુખ દિલબાગ સિંહે 10 સીઆરપીએફ જવાનોનાં શહીદ હોવાની પૃષ્ટી કરી અને કહ્યું કે, આ એક આત્મઘાતી હૂમલો હોઇ શકે છે. પોતાને જેઇએમના પ્રવક્તા જણાવનારો એક વ્યક્તિએ સ્થાનીક સમાચાર એજન્સી જીએનએસને આપેલા એક નિવેદનમાં કહ્યું કે, આ સંગઠન દ્વારા કરવામાં આવેલો એક ફિદાયીન હુમલો હતો.