J&K: પુલવામાં આતંકવાદી હૂમલો રાહુલ, ઉમર અબ્દુલ્લા અને મહેબુબાએ નિંદા કરી

જમ્મુ કાશ્મીરનાં પુલવામાં ગુરુવારે બપોરે મોટો આતંકવાદી હૂમલો થયો છે. જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ આત્મઘાતી હૂમલો કરીને સીઆરપીએફની બસને ઉડાવી દીધી હતી. આ હૂમલામાં 20 સીઆરપીએફ જવાન શહીદ થઇ ગયા હતા. 45થી વધારે જવાનો  ઘાયલ થયા છે. સતત આ હૂમલા બાદ  નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે. 
J&K: પુલવામાં આતંકવાદી હૂમલો રાહુલ, ઉમર અબ્દુલ્લા અને મહેબુબાએ નિંદા કરી

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરનાં પુલવામાં ગુરુવારે બપોરે મોટો આતંકવાદી હૂમલો થયો છે. જૈશ એ મોહમ્મદના આતંકવાદીઓએ આત્મઘાતી હૂમલો કરીને સીઆરપીએફની બસને ઉડાવી દીધી હતી. આ હૂમલામાં 20 સીઆરપીએફ જવાન શહીદ થઇ ગયા હતા. 45થી વધારે જવાનો  ઘાયલ થયા છે. સતત આ હૂમલા બાદ  નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે. 

મુફ્તીએ કહ્યું સર્જીકલ સ્ટ્રાઇકથી કંઇ જ પ્રાપ્ત નથી થતું
જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું કે, ભારતને સર્જીકલ સ્ટ્રાઇક કરીને કંઇ જ નથી મળ્યું. દેશને આ વસ્તુઓ ખતમ કરવા માટે કોઇ બીજી જ પદ્ધતી અપનાવવી પડશે. મહેબુબાએ કહ્યું કે, અવંતીપોરાથી દુલ દુખાવનારા સમાચાર આવી રહ્યા છે, અહીં સુરક્ષાદળોનાં 12 જવાન શહીદ થઇ ચુક્યા છે. તેમણે કહ્યું કે, આ તેઓ આ આતંકવાદી હૂમલાની નિંદા કરવા માટે કોઇ જ શબ્દો પુરતા નથી. ખબર નહી કેમ આતંકવાદીઓની ક્રુરતાને ખતમ કરવા માટે આપણે કેટલા જીવ ગુમાવવા પડશે. 


જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સનાં નેતા અને જમ્મુ કાશ્મીરનાં પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું કે, ખીણમાં હૃદ દ્વાવક સમાચાર આવી રહ્યા છે. આઇઇડી બ્લાસ્ટમાં અનેક સીઆરપીએફ જવાન શહીદ થયા અને અનેક ઘાયલ થયાનાં સમાચાર છે. આઇઇડી બ્લાસ્ટમાં અનેક સીઆરપીએફ જવાન શહીદ થયા હોવાનાં સમાચાર છે. હું આ હૂમલાની આકરા શબ્દોમાં નિંદા કરૂ છું. ઘાયલોનાં પરિવારજનો માટે મારી પ્રાર્થના અને શોક સંવેદના

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news