દેશભરમાં આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ધૂમ છે. ભારત સહિત વિદેશોમાં પણ ભક્તો શ્રીકૃષ્ણનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મંદિરો રંગબેરંગી રોશનીથી ઝળહળી રહ્યા છે. ભક્તોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્રે જણાવવાનું કે મુંબઈમાં બે વર્ષ બાદ દહીં હાંડીની ઉજવણી થઈ રહી છે. 


બે વર્ષ બાદ દહી હાંડીની ઉજવણી
સમગ્ર દેશ કરતા મુંબઈમાં આ તહેવારની એકદમ અલગ રીતે ઉજવણી થાય છે. કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે મુંબઈ અને અન્ય શહેરોમાં દહી હાંડી પણ ઉજવાય છે. આ અવસરે લોકો ગોવિંદા આલા રે આલા....ઉચ્ચારે છે અને ગોવિંદાઓ એકદમ ઊંચે લટકાવેલી દહીં માખણ ભરેલી મટકી ફોડે છે. આ સાહસિક અને જોખમભર્યા ખેલ માટે અનેક દિવસ પહેલાથી અભ્યાસ શરૂ થઈ જતો હોય છે. મહારાષ્ટ્રમાં દહી હાંડીના તહેવારને હવે સાહસિક ખેલનો દરજ્જો પણ મળેલો છે. દહીં હાંડીના તહેવારમાં દહીંથી ભરેલી એક માટલીને હવામાં રસ્સીના સહારે ઊંચે લટકાવવામાં આવે છે. જેને માનવ પિરામીડ બનાવીને તોડવામાં આવે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube