લખનઉ: સમાજવાદી પાર્ટીની નેતા જયા બચ્ચને મંગળવારે લખનઉથી પોતાની પાર્ટીની નેતા પૂનમ સિન્હા માટે પ્રચાર કર્યો હતો. તેમણે પૂનમ સિન્હા માટે વોટ માગ્યા હતા. ત્યારબાદ એક રેલીમાં તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટીની પરંપરા રહી છે કે, તેઓ નવા ઉમેદવારોનું સ્વાગત કરે છે. આપણે તેમની જીત સુનિશ્ચિક કરવી જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મુંબઇ: વોટિંગ બાદ 23 કલાક ક્યાં ગાયબ હતા 223 EVM? અધિકારીઓનું મૌન


તેમણે વધુમાં કહ્યું કે, તમારે બધાએ પૂનમજીને જીતાડવાનું મને વચન આપવું પડશે નહીં તો તેઓ મુંબઇમાં મારી એન્ટ્રી થવા નહીં દે. તે મારી મિત્ર છે અને ગત 40 વર્ષોતી તેમની સાથે સારા સંબંધ છે. તેમણે કાર્યકર્તાથી મોટી સંખ્યામાં મત આપવાની અપીલ કરી છે. બચ્ચને ભાર આપતા કહ્યું કે, જે ઉત્સાહ મને અહીં જોવા મળી રહ્યો છે, હું આ જ ઉત્સાહ મતદાન દરમિયાન જોવા ઇચ્છું છું. સપા સાંસદ બચ્ચને કહ્યું કે, તમારે બધાએ આપણા ઉમેદવારનું સમર્થન કરવાનું છે.


વધુમાં વાંચો: આઝમ ખાન પર ચૂંટણી પંચે ફરી 48 કલાકનો પ્રતિબંધ લાદ્યો


જયા બચ્ચને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું. તેમણે પીએમ મોદીનું નામ લીધા વગર કહ્યું, આ સમયે એક શખ્સ જે દેશની રક્ષા કરવા માટે જવાબદાર છે, તેઓ અવ્યવસ્થા ફેલાવી રહ્યાં છે.


વધુમાં વાંચો: PM મોદીને સેનાના રાજનીતિક ઉપયોગના આરોપ અંગે ચૂંટણી પંચની ક્લિન ચીટ


ઉત્તર પ્રદેશમાં સપા, બસપા અને આરએલડી ભેગા મળીને ચૂંટણી લડી રહ્યાં છે. સપા 37 બેઠક પર, તો બસપા 38 બેઠક પર, જ્યારે આરએલડી માત્ર 3 બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. લખનઉમાં 6 મેના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. મત ગણતરી 23 મેના રોજ થશે. સિન્હા 16 એપ્રિલના રોજ સપામાં જોડાયા હતા. ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે તેમનો આમનો સામનો થશે.


જુઓ Live TV:-
દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...