આઝમ ખાન પર ચૂંટણી પંચે ફરી 48 કલાકનો પ્રતિબંધ લાદ્યો

ચૂંટણી પંચ તરફથી અપાયેલી માહિતી અનુસાર આઝમ ખાન પહેલી મેનાં રોજ સવારે 6 વાગ્યાથી 48 કલાક સુધી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ લગાવી શકશે

આઝમ ખાન પર ચૂંટણી પંચે ફરી 48 કલાકનો પ્રતિબંધ લાદ્યો

નવી દિલ્હી : ચૂંટણી પંચે તમામ કડકાઇ છતા પણ લોકસભા ચૂંટણીમાં નેતાઓનાં વિવાદિત નિવેદન, સાંપ્રદાયિક ટિપ્પણીઓ સતત આવી રહી છે. હાલનો મુદ્દો સમાજવાદી પાર્ટી નેતા આઝમ ખાનનો છે. ચૂંટણી પંચે આઝમ ખાન પર ચૂંટણી અધિકારીઓને ધમકાવવા, સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવા માટે 48 કલાકનો નવો પ્રતિબંધ લગાવી દીધો છે.

પંચે આ મહિને આઝમ ખાન પર બીજી વાર આ પ્રકારનો પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ બુધવારે સવારે છ વાગ્યાથી પલાગુ પડશે. આ અગાઉ તેમને ભાજપ ઉમેદવાર જયાપ્રદાની વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા માટે 72 કલાક સુધી પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 

આઝ ખાન કોઇ પણ જનસભા, રેલી અથવા રોડ શોમાં હિસ્સો નહી લઇ શકે
ચૂંટણી પંચની તરફથી અપાયેલી માહિતી અનુસાર હાલનાં કેસમાં આઝમ ખાન પહેલી મે સવારે 6 વાગ્યાથી માંડીને આગામી 48 કલાક સુધી ચૂંટણી પ્રચાર પ્રક્રિયામાં ભાગ નહી લઇ શકે, આઝમ ખાન કોઇ જનસભા, રેલી અથવા રોડશોમાં હિસ્સો નહી લઇ શકે અને આ સાથે જ કોઇ પ્રકારનાં નિવેદન મીડિયામાં પણ નિવેદન નહી આપી શકે. 

જયા પ્રદા અંગે આઝમ ખાનની વિવાદાસ્પ ટિપ્પણી કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, આઝમ ખાન સપા-બસપા- રાલોદના મહાગઠબંધને યુપીનાં રામપુરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જયાપ્રદા અને આઝમ ખાન વચ્ચે છેલ્લા અનેક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. ભાજપ ઉમેદવાર જયા પ્રદા પર પહેલા આઝમ ખાને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ મહિલા પંચની ફરિયાદ અંગે ચૂંટણી પંચે આઝમ ખાનનાં ચૂંટણી પ્રચાર પર 72 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news