નવી દિલ્હી: રામપુરથી સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર આઝમ ખાન દ્વારા કરાયેલી એક વિવાદાસ્પદ ટિપ્પણી બદલ જયા પ્રદાએ તેમના પર આકરા પ્રહારો કર્યા છે. જયા પ્રદાએ ઝી ન્યૂઝ સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું કે, મારા વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો એ આઝમ ખાનની આદત છે. આ મહિલાઓનું અપમાન છે. તેમણે કહ્યું કે આઝમ ખાન હંમેશા મારા વિુરુદ્ધ ઝેર ઓકતા રહે છે. તેમણે ચૂંટણી પંચ પાસે માગણી કરી કે આઝમ ખાનના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયા પ્રદા માટે વિવાદિત નિવેદન કરીને મોટી મુશ્કેલીમાં મુકાયા આઝમ ખાન, FIR દાખલ


આઝમ ખાનના વિવાદિત નિવેદન પર સુષમાએ મુલાયમને કહ્યું- 'ભાઈ...તમારી સામે દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે'


અત્રે જણાવવાનું કે જયા પ્રદા પર આઝમ ખાન દ્વારા કરાયેલી આપત્તિજનક ટિપ્પણીનો મામલો તૂલ પકડી રહ્યો છે. સોમવારે રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આઝમ ખાનના નિવેદનને ગંભીરતાથી લેતા તેમની ફરિયાદ ચૂંટણી પંચને કરવાની વાત કરી  છે. આ સાથે જ આઝમ ખાનને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. આ બાજુ રામપુરથી ભાજપના ઉમેદવાર જયા પ્રદાએ તો હવે આઝમ ખાનની ઉમેદવારી જ રદ કરવાની માગણી કરી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...