ભાજપથી ખુશ નથી ઝારખંડના આદિવાસી, વિકાસનાં નામે થઇ રહ્યો છે વિનાશ: JDU
સલખન મુર્મૂએ ભાજપ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, અહીના આદિવાસી ભાજપથી ખુશ નથી, તેઓ વિકાસનાં નામે વિનાશ કરી રહ્યા છે
રાંચી : આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી જેડીયુએ પણ કમર કસી લીધી છે અને હવે સંપુર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. જેના અંતર્ગત રવિવારે ઝારખંડમાં જેડીયુનાં પ્રદેશ અધ્યક્ષ સાલખન મુર્મૂની અધ્યક્ષતામાં સભ્યપદ અભિયાનની શરૂઆત કરવામાં આવી. બીજી તરફ આ દરમિયાન તેમણે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આધિવાસી ભાજપથી ખુશ નથી.
મોદી સરકારનો મહત્વનો નિર્ણય: ભારતમાં બનશે 6 સબમરીન, નૌસેનાની શક્તિ વધશે
પ્રદેશ અધ્યક્ષ સાલખન મુર્મૂએ ભાજપ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે, અહીંના આદિવાસી ભાજપથી પણ ખુશ નથી, આ વાત અહીંના પાંચ લોકસભા સુરક્ષીત ક્ષેત્રમાં ભાજપનાં પ્રદર્શનને જોઇને પ્રમાણિક હોય છે. પાંચ સુરક્ષીત લોકસબા સીટમાંથી 2 સીટ હારી ચુકી છે, બાકી સીટો પર મુશ્કેલીથી જીતી શકી. આગામી વિધાનસભા ચૂંટણી મોદીજીનાં નામથી જીતી શકાય નહી.
હિમાચલના કુલ્લુમાં બસ ખાઇમાં ખાબકી: 20નાં મોત અનેક ઘાયલ
જગત જમાદાર થઇને ફરતા ચંદ્રાબાબુને અમિત શાહનો તમાચો, 4 રાજ્યસભા સાંસદ ખેરવી લીધા
ઝારખંડમાં લોકલ નેતા લોકલ મુદ્દે જોઇએ જનતા દળ યુ આ જ મુદ્દાઓ મુદ્દે આગામી વિધાનસભા ચૂંટણી લડશે. ભાજપે અહીં આદિવાસી મુખ્યમંત્રીના બદલે બિન આદિવાસી મુખ્યમંત્રીને બેસાડી દીધા. તેનાથી સાબિત થાય છે કે, ભાજપનું ફોકસ અહીના આદિવાસી મુલવાસી પર નથી પરંતુ મોટા મોટા ઉદ્યોગપતિઓ અને અહિની ખાણ અને સંસાધનો લુંટનારાઓ પર છે. ભાજપ દ્વારા અહિં વિકાસના નામે વિનાશનું કામ કરવામાં આવી રહ્યું છે. અહીંનાં લોકો એક વિકલ્પની શોધમાં છે અને જનતા યુ એક વિકલ્પ બની શકે છે કારણ કે લોકો બિહારમાં નીતીશ કુમારનાં સુશાસનને જોઇ રહ્યા છે.
ભારત માટે ચેતવણી! ચેન્નાઇમાં દુષ્કાળને પગલે શાળાથી માંડી આખુ શહેર બંધ
પ્રદેશ અધ્યક્ષ સલખન મુર્મૂએ કહ્યું કે, ઝારખંડ અહીના લોકોનું મોટુ સપનું હતુ અને તે 19 વર્ષોમાં તમામ પાર્ટીને સરકાર બનાવવાની તક મળશે. જો કે ઝારખંડનાં લોકો ખુશ નથી. અહીંનાં લોકો એક નવા વિકલ્સનો શોધી રહ્યા છે. હાલના સમયે ભાજપ સામે તમામ મુખ્ય વિપક્ષી પાર્ટીઓ જેએમએમ, જેવીએમ, આરજેડી તમામ ફેલ થઇ ચુકી છે. જો તેઓ આગામી વિધાનસબા ચૂંટણીમાં તમામ વિપક્ષ એક થઇને ચૂંટણી લડે તો ભાજપને પરાજીત કરી શકે છે.
રાહુલના સ્થાને કોણ હશે ઉત્તરાધિકારી? સોનિયા ગાંધીએ આપ્યો આ જવાબ !
નીતીશ કુમારે પોતાનાં કામોથી બિહારને જીડીપી ગ્રોથમાં નંબર વન બનાવી દીધું છે. આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં લડાઇ ભાજપ અને જેડીયુ વચ્ચે હશે. આ પ્રસંગે ઝારખંડના પ્રભારી અરૂણ કુમાર સિંહે કહ્યું કે, 9 જુને રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા રાષ્ટ્રીય સભ્યપદ અભિયાનનું ઉદ્ધાટન કર્યું હતું. આ પરિપેક્ષમાં 20 જુને ઝારખંડ પ્રદેશમાં સભ્યપદ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને દરેક જિલ્લામાં તેના માટે પ્રભારી અને પર્યવેક્ષક નિયુક્ત કરવામાં આવ્યા છે અને આશરે 2 લાખ સભ્યો બનાવવાનું લક્ષ્યાંક રખાયું છે.