પટના: બિહારમાં ભાજપના (BJP) સહયોગી દળ જેડીયુ (JDU) નેતા ઉપેન્દ્ર કુશવાહાના (Upendra Kushwaha) હાલના નિવેદન બાદ બિહારમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉપેન્દ્ર કુશવાહાએ નીતીશ કુમારને (Nitish Kumar) પ્રધાનમંત્રી પદના મટીરીયલ કહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીતીશ કુમારમાં પ્રધાનમંત્રી બનવાની ક્ષમતા
જેડીયુના પાર્લિયામેન્ટ બોર્ડના ચેરમેન ઉપેન્દ્ર કુશવાહાએ (Upendra Kushwaha) કહ્યું કે, આજની તારીખમાં નરેન્દ્ર મોદી (Narendra Modi) દેશના પ્રધાનમંત્રી છે. જનતાએ તેમને પ્રધાનમંત્રી બનાવ્યા છે. સારુ કામ કરી રહ્યા છે, પરંતુ તેમના સિવાય અન્ય કેટલાક લોકો પણ છે જે પ્રધાનમંત્રી બનવાની ક્ષમતા રાખે છે. તેમાંથી એક નીતીશ કુમાર (Nitish Kumar) પણ છે.


આ પણ વાંચો:- GST Collections માં 33% નો મોટો ઉઠાળો, સરકારી ખજાનામાં આવ્યા આટલા રૂપિયા


'પીએમ મોદી માટે કોઈ પડકાર નથી'
કુશવાહાએ એમ પણ કહ્યું કે, હા જ્યાં સુધી નરેન્દ્ર મોદી (Narendra Modi) પ્રધાનમંત્રી છે, ત્યાં સુધી તેમના પદને પડકાર આપવાની વાત કરી રહ્યો નથી. અમે લોકો ગઠબંધનમાં તેમની સાથે છીએ, પરંતુ નીતીશ કુમારમાં (Nitish Kumar) પ્રધાનમંત્રી પદની સંપર્ણ ક્ષમતા છે. આ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ પણ કહ્યું હતું કે, નીતીશ કુમાર પીએમ મટીરીયલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube