પટનાઃ એનડીએમાં સીટ વહેંચણી બાદ બિહારમાં રાજકીય મુકાબલો ખુબ રસપ્રદ થઈ ગયો છે. પહેલા ફેઝ માટે 8 ઓક્ટોબરે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. તો જેડીયૂએ પોતાના ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરી દીધી છે. જેડીયૂના ખાતામાં 115 સીટ આવી છે. જેડીયૂના પ્રદેશ અધ્યક્ષ વરિષ્ઠ નારાયણ સિંહે બધા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ તકે નીતીશ સરકારના કામોની પણ પ્રશંસા કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેડીયૂના પ્રદેશ અધ્યક્ષ વરિષ્ઠ નારાયણ સિંહે મીડિયા સાથે વાત કરતા નીતીશ સરકારની સિદ્ધિઓને ગણાવી છે. તેમણે કહ્યુ કે, બિહારમાં હવે ગામ ગામ સુધી વીજળી અને રસ્તા પહોંચી ગયા છે. કેન્દ્રની મોદી સરકારની યોજનાઓ ગરીબો સુધી પહોંચી છે. વરિષ્ઠ નારાયણ સિંહે કહ્યુ કે, અમે ચૂંટણી ગઠબંધનની સાથે લડી રહ્યાં છીએ. અમે મોટા અંતરથી જીતીશું. અમે સેવાનો ભાવ લઈને લોકોની વચ્ચે જઈ રહ્યાં છીએ. 


હાથરસ કેસઃ ગામ છોડવા ઈચ્છે છે પીડિતાનો પરિવાર, કહ્યું- અમને ધમકી મળે છે   

ચિરાગ પર કોઈ વાત નહીં
તો જેડીયૂની પત્રકાર પરિષદમાં નેતાઓએ મીડિયા સાથે કોઈ વાત કરી નથી. માત્ર પોતાની વાત રાખીને પત્રકાર પરિષદ પૂરી કરી દેવામાં આવી. આ દરમિયાન માત્ર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. 


હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube