JEE Main Results Declared: જેઈઈ મેઈન જુલાઈ 2021 નું રિઝલ્ટ જાહેર, 17 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ સ્કોર કર્યો
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE મેઈન જુલાઈ 2021 પરીક્ષાનું પરિણામ (JEE Main Result 2021) જાહેર કરી દીધુ છે.
નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE મેઈન જુલાઈ 2021 પરીક્ષાનું પરિણામ (JEE Main Result 2021) જાહેર કરી દીધુ છે. JEE મેઈનની વેબસાઈટ jeemain.nta.nic.in પર રિઝલ્ટની લિંક એક્ટિવ કરી દેવાઈ છે. નોંધનીય છે કે એનટીએએ ત્રીજા તબક્કાની જેઈઈ મેઈન પરીક્ષાની ફાઈનલ 'આન્સર કી' 5 ઓગસ્ટના રોજ જાહેર કરી હતી.
બે શિફ્ટમાં આયોજિત થઈ હતી પરીક્ષા
આ પરીક્ષા આ વર્ષે એપ્રિલમાં થવાની હતી. પરંતુ કોરોનાની બીજી લહેરના કારણે તેને સ્થગિત કરવી પડી. ત્યારબાદ ક્ષીજા તબક્કાની જેઈઈ મેઈન પરીક્ષાનું આયોજન 20 જુલાઈ 22, 25 અને 27 જુલાઈના રોજ કરવામાં આવ્યું હતું. પૂર પ્રભાવિત ક્ષેત્રોના ઉમેદવારો માટે પરીક્ષા 3 અને 4 ઓગસ્ટના રોજ આયોજિત કરાઈ હતી. સેશન-3ની પરીક્ષા માટે દેશભરમાથી કુલ 7.09 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે રજિસ્ટર કર્યું હતું. દેશભરના 334 શહેરોમાં 828 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરીક્ષા બે શિફ્ટમાં આયોજિત કરાઈ હતી.
India અને China એ Gogra Heights થી પોતાના સૈનિકો પાછળ હટાવ્યા, અસ્થાયી સ્ટ્રક્ચર પણ હટાવ્યા
આ રીતે ચેક કરો પરિણામ
1. સૌથી પહેલા jeemain.nta.nic.in પર વિઝિટ કરો.
2. ત્યારબાદ હોમ પેજ પર જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (મેઈન) 2021 સેશન-3 રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
3. હવે એક નવું પેજ ઓપન થશે. અહીં એક્ઝામિનેશન સેશન સિલેક્ટ કરો અને પોતાનો એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ, અને સિક્યુરિટી પિન ભરીને સબમિટ કરો.
4. હવે તમારું રિઝલ્ટ (સ્કોર કાર્ડ) સ્ક્રિન પર ઓપન થઈ શકશે.
આ ટોપર્સનું 100 પર્સેન્ટાઈલ પરિણામ
17 ઉમેદવારોનું 100 પર્સેન્ટાઈલ પરિણામ આવ્યું. જેમાં આંધ્ર પ્રદેશના કર્ણમ લોકેશ, દુગ્ગીનેની વેંકટા પનીશ, પસાલા વીરા સિવા, અને કંચનપલ્લી રાહુલ નાઈડુ, રાજસ્થાનના અંશુલ વર્મા, બિહારના વૈભવ વિશાલ, દિલ્હીના રુચિર બંસલ, અને પ્રવર કટારિયા, હરિયાણાના હર્ષ અને અનમોલ, કર્ણાટકના ગૌરવ દાસ, તેલંગણાના પોલુ લક્ષ્મી સાઈ લોકેશ રેડ્ડી, મધુર આદર્શ રેડ્ડી, જોસ્યુલા વેંકટા આદિત્ય, અને વેલાવલી વેંકટા તથા ઉત્તર પ્રદેશના પલ અગ્રવાલ અને અમૈયા સિંઘલ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube