JEE Main June Session Result 2022 Declared: જેઈઈ મેઈન સેશન-1 ના પરિણામ જાહેર, આ રીતે કરો ચેક
JEE Main Result 2022 Session 1 Declared: જેઈઈ મેઈન પરિણામ 2022 બહાર પડી ગયું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ જેઈઈ મેઈન સેશન-1 નું પરિણામ જાહેર કર્યું.
JEE Main Result 2022 Session 1 Declared: જેઈઈ મેઈન પરિણામ 2022 બહાર પડી ગયું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ જેઈઈ મેઈન સેશન-1 નું પરિણામ જાહેર કર્યું. જે ઉમેદવાર જૂન 2022માં આયોજિત થયેલી સેશન-1ની જોઈન્ટ એન્ટ્રન્સ મેઈન એક્ઝામ 2022માં બેઠા હતા તેઓ જેઈઈ મેઈનની અધિકૃત વેબસાઈટ jeemain.nta.nic.in અને ntaresults.nic.in પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. રિઝલ્ટ ચેક કરવા માટે ઉમેદવારોને પોતાના રોલ નંબરની જરૂર પડશે.
આ રીતે ચેક કરો પરિણામ
1. સૌથી પહેલા જેઈઈ મેઈનની અધિકૃત વેબસાઈટ jeemain.nta.nic.in પર જાઓ
2. હોમ પેજ પર 'JEE Main 2022 session 1 result link' પર ક્લિક કરો.
3. હવે લોગ ઈન ક્રેડેન્શિયલ્સ દાખલ કરો.
4. સ્ક્રીન પર જેઈઈ મેઈન સીઝન-1નું પરિણામ ખુલી જશે.
5. તેને ચેક કરો અને ડાઉનલોડ કરી લો.
6. ભવિષ્ય માટે રિઝલ્ટની પ્રિન્ટઆઉટ કઢાવી લો અને તમારી પાસે રાખો.
મહારાષ્ટ્ર બાદ હવે આ રાજ્ય હાઈ વોલ્ટેજ ડ્રામા, કોંગ્રેસના 5 ધારાસભ્યો એકાએક 'ગૂમ'
એનટીએ દ્વારા જેઈઈ મેઈન સીઝન-1ની મેરિટ યાદી પોતાના ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરી દેવાઈ છે. જેઈઈ મેઈન મેરિટ લિસ્ટ મેથ્સ, એપ્ટીટ્યૂડ ટેસ્ટ, ડ્રોઈંગ ટેસ્ટ, અને ટોટલમાં રો સ્કોરમાં બદલીને તૈયાર કરાય છે. તમામ દિવસોની બે શિફ્ટના એનટીએ સ્કોરને મેળવીને ઓવરઓલ મેરિટ યાદી તૈયાર કરાશે. જો કે જેઈઈ મેઈન કટ-ઓફ અને ઓલ ઈન્ડિયા રેંક, જેઈઈ મેઈન સીઝન-1 બાદ જ બહાર પાડવામાં આવશે.
અત્રે જણાવવાનું કે એનટીઈ દ્વારા જેઈઈ મેઈન 2022 પરીક્ષા બે સેશનમાં આયોજિત કરાઈ. પહેલું સત્ર જૂન 2000 આયોજિત કરાયું અને બીજું સત્ર જુલાઈ 2022માં આયોજિત કરાશે. પરીક્ષાનું પહેલું સત્ર 23 જૂનથી 29 જૂન 2022 વચ્ચે યોજાયું હતું જ્યારે જેઈઈ મેઈન 2022 પરીક્ષાનું બીજુ સત્ર 21થી 30 જુલાઈ 2022 સુધી ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube