આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ દુનિયાભરમાં આજે 19 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત કેરેબિયન સાગરમાં આવેલ દ્વિપ દેશ ત્રિનિદાદ તેમજ ટોબાગોમાં વર્ષ 1990માં થઈ હતી. જેના બાદ દુનિયાના 70થી વધુ દેશો આ દિવસને પુરુષોનું સમાજમાં યોગદાન, તેમની ઉપલબ્ધિઓ બતાવવા માટે ઉજવવામાં આવે છે. આ સાથે જ આ દિવસને લૈગિંક સમાનત અને પુરુષોના અધિકારોની વાત કરવા માટે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ આ દેશને માન્યતા આપી દીધી છે. યુનોએ આ દિવસના જરૂરિયાતની વાત કરી હતી. આ દિવસે પુરષોની સાથે સાથે યુવકો દ્વારા ઉજવવાની વાત પણ સામે આવે છે. આ દિવસની સાથે એવો વિચાર પણ આવે છે કે, આખરે આ દિવસ ઉજવવાની જરૂર કેમ પડી.


સમાજમાં હંમેશાથી સન્માન અને સત્તાના શીર્ષ સ્થાન પર બેસેલા પુરષોને આખરે આ દિવસ ઉજવવાની જરૂર કેમ પડી?
આખરે દુનિયામાં એવું તો શું થયું કે, જેને પગલે પુરષોને પણ પોતાનો અધિકાર અને સન્માન માટે સંઘર્ષ કરવો પડ્યો?
કઈ વિષમ પરિસ્થિતિઓમાં પુરુષોને સમાજમાં પોતાનું યોગદાન અને ઉપલબ્ધિ બતાવવાની તક આપવામાં આવી?


આ તમામમાં સૌથી મોટું કારણ તો એ છે કે, સમાજની સતત વધતી આશાઓમાં ખરુ ઉતરવું પુરુષો માટે નખ ચૂંથવા જેવું બની ગયું છે. આવું અનેકવાર જોવાયું છે કે, કડક મહેનતની સાથે સાથે ઘર-પરિવાર તેમજ સમાજ માટે માત્ર કર્તવ્યનિષ્ઠ બન્યા છતા પુરુષોને તિરસ્કૃત તથા ધૃણાની નજરે જોવામાં આવે છે. જેનાથી પુરુષોનો આત્મવિશ્વાસ ડગમગાય છે. તેમને માનસિક તણાવમાંથી પસાર થવું પડે છે. આવામાં પુરુષો તેમની જીવનલીલા સંકેલવા માટે મજબૂર બને છે. 


કેમ પસંદ કરાયો 19 નવેમ્બરનો દિવસ
આ દિવસના સેલિબ્રેશનનો સૌથી પહેલો વિચાર ડો.જીરોમને આવ્યો હતો. તેમણે પોતાના પિતાના જન્મદિન પર આ દિવસ ઉજવવાનું વિચાર્યું હતું. વર્ષ 1989માં પહેલીવાર ત્રિનિદાદ અને ટોબેગોની ટીમે પહેલીવાર ફુટબોલ વર્લ્ડ કપમાં ક્વોલિફાઈ કર્યું હતું, અને આ આંકડો પણ 19 જ હતો. બસ, જીરોમે ત્યારથી નક્કી કર્યું હતું કે, આ દિવસને ઈન્ટરનેશનલ પુરુષ ડે તરીકે જાહેર કરવું. ડો.જીરો તિલકસિંહના પ્રયાસોને કારણે યુનેસ્કોએ 19 નવેમ્બરના દિવસને આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ તરીકે જાહેર કર્યો હતો. જેને આજે દુનિયાના 70થી વધુ દેશો ઉજવે છે. 


ભારતમાં ક્યારે થઈ શરૂઆત
2007માં પહેલીવાર ભારતમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસનું આયોજન કરાયું હતું. સેવ ઈન્ડિયન ફેમિસી નામની પુરુષ અધિકાર સંસ્થાએ ભારતમાં તેની શરૂઆત કરી હતી. 


ભારતની વાત કરીએ તો અહીં મહિલાઓની સરખામણીમાં આત્મહત્યા કરનારાઓમાં પુરુષોનો આંકડો વધુ છે. અનેકવાર અહીં પરુષોના અધિકારોની રક્ષા માટે આયોગ બનાવવા, મંત્રાલયમાં ગઠન કરવાના અવાજ ઉઠ્યા છે. પરંતુ આ અવાજો  જંતરમંતરથી આગળ વધી શક્યા નથી. કારણ કે, આપણા દેશમાં મહિલાઓ-બાળકો, પ્લાન્ટ્સ, પ્રાણીઓ માટે અલગ મંત્રાલય, ન્યાયાધિકરણ, આયોગ અને વિવિધ પ્રકારના બોર્ડ બનેલા છે. પરંતુ પુરુષોના અધિકારોની વાત કરીઓ તો તેમના નામ પર કંઈ જ નથી. આપણા દેશમાં પુરુષોના અધિકાર સામાન્યધિકારોમાં જ આવે છે. 


ભારતમાં મહિલાઓ માટે બનાવવામાં આવેલ કાયદાનો દુરુપયોગ એટલી હદે થાય છે કે, તેના પર ખુદ સુપ્રિમ કોર્ટ ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે. ભારતમાં અનેક લોકો મહિલાઓના હક માટે લડે છે, પરંતુ પુરુષોની ઈજ્જત અને આત્મ-સન્માન માટે કોઈ વિચારતું નથી. આવામાં પુરુષો માટે કાયદો ક્યાં છે. જે મહિલાઓ દ્વારા તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવે છે. ભારતમાં દહેજ પીડાની વિરુદ્ધ કાયદો ધારા 498 Aને લઈને સતત ચર્ચા થતી રહી છે. આ ધારામાં સૌથી વધુ અત્યાચાર પુરુષો પર જ થાય છે. 


ઉલ્લેખનીય છે કે, મહિલાઓને દહેજ ઉત્પીડનના સામાજિક અભિશાપથી બચાવવા માટે સંસદે વર્ષ 1983માં આઈપીસીમાં ધારા 498 Aને ઉમેર્યો હતો. આપણા દેશમાં દહેજ હત્યાઓના કડવા સત્યને નકારી શકાતું નથી. પરંતુ સત્યનો એક ભાગ એમ પણ છે કે ધારા 498 Aનો ખોટો ઉપયોગ કરનારી મહિલાઓ તેને એક હથિયારના રૂપે ઉપયોગ કરે છે. આવું એટલા માટે થાય છે કે, મહિલાનો પતિ કે પતિના પરિવારજનો દ્વારા તેના પ્રતિ અત્યાચાર કરવાનો ધારો 498 A અંતર્ગત ફાઈલ કરાયેલ મામલો બિનજમાનતી છે.