નવી દિલ્હી : જેસિકા લાલ હત્યાકાંડના મુખ્ય આરોપી રહેલા મનુ શર્મા ઉર્ફે સિદ્ધાર્થ વશિષ્ઠની સજા દિલ્હીનાં LG એ માફ કરી દીદી છે. મનુ શર્મા પર વર્ષ 1999માં મોડલ જેસિકાની હત્યા કરવાનો આરોપ હતો. મનુ શર્મા સહિત 19 દોષીતોની સજા માફ કરવા માટેની ભલામણ SRB એટલે કે Sentence Review Board દ્વારા કરવામાં આવી હતી. જેમાં મનુ શર્માની સારી ચાલ ચલગતને આધાર બનાવીને તેને મુક્ત કરવામાં આવ્યો છે. SRBની 11 મેના રોજ યોજાઇ હતી. જેમાં દિલ્હી જેલનાં અધિકારીઓ સહિત પોલીસ અને દિલ્હી સરકારનાં લોકો પણ હાજર હતા. તેમાં જ મનુ શર્મા સહિત 19 લોકોની સજા માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ 28 મેના રોજ મનુ શર્માને છોડી મુકવાનો આદેશ બહાર પાડવામાં આવ્યો અને 1 જૂને મનુ શર્માને દિલ્હીની તિહાડ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Manoj Tiwari ને લોકડાઉન ક્રિકેટ પડી ભારે BJPએ કર્યા ક્લિન બોલ્ડ, જાણો કોણ છે નવા અધ્યક્ષ

મનુ શર્મા વર્ષ 1999માં પોતાનાં મિત્ર વિકાસ યાદવ, અમરદીપ ગિલ અને આલોક ખન્નાની સાથે દિલ્હીનાં મહરૌલીમાં બિના રમાણીના રેસ્ટરન્ટમાં આયોજીત પાર્ટીમાં ગયો હતો. જ્યાં દારૂ મુદ્દે મનુ શર્માનો જેસિકા લાલ સાથે ઝગડો થયો હતો. મનુએ જેસિકાને ગોળી મારી દીધી હતી. આ દુર્ઘટના બાદ મનુ શર્મા અને બાકી આરોપિઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જો કે વર્ષ 2006માં નિચલી કોર્ટે આરોપીઓને પુરાવાનાં અભાવે છોડી દીધા હતા. ત્યાર બાદ દિલ્હી હાઇકોર્ટમાં નિચલી કોર્ટનાં ચુકાદા વિરુદ્ધ સુનવણી થઇ અને ડિસેમ્બર 2006માં જ મનુ શર્માને ઉંમર કેદની સજા ફટકારવામાં આવી. સુપ્રીમ કોર્ટે પણ એપ્રીલ 2010માં આ ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. 


આ રાજ્યના CM નો દાવો, 'દેશના 70% લોકો ઇચ્છે છે કે આગામી વખતે પણ મોદી PM બને'

જો કે આ પહેલા પણ મનુ શર્મા SRB પાસે જલ્દી મુક્તિ માટે ગયો હતો, પરંતુ અલગ અલગ કારણોથી ચુકાદો તેની વિરુદ્ધ આવ્યો હતો. મનુ શર્મા હરિયાણાનાં નેતા વિનોદ શર્માનો પુત્ર છે, વિનોદ શર્મા કોંગ્રેસી નેતા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાના ખુબ જ નજીકના માણસ ગણવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube