આ રાજ્યના CM નો દાવો, 'દેશના 70% લોકો ઇચ્છે છે કે આગામી વખતે પણ મોદી PM બને'

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (BS Yediyurappa)એ દાવો કર્યો કે દેશન 70 ટકા લોકો ઇચ્છે છે કે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ફક્ત પોતાના વર્તમાન કાર્યાલય પુરો કરે પરંતુ આગામી વખતે પણ વડાપ્રધાન બને.

આ રાજ્યના CM નો દાવો, 'દેશના 70% લોકો ઇચ્છે છે કે આગામી વખતે પણ મોદી PM બને'

બેંગલુરૂ: કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા (BS Yediyurappa)એ દાવો કર્યો કે દેશન 70 ટકા લોકો ઇચ્છે છે કે પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ફક્ત પોતાના વર્તમાન કાર્યાલય પુરો કરે પરંતુ આગામી વખતે પણ વડાપ્રધાન બને.

તેમણે કહ્યું કે કલ 370 ખતમ કરવાને લઇને મોદીને 'લોહ પુરૂષ' ગણાવ્યા અને કહ્યું કે કલમને દૂર કરતાં જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થઇ ગયો છે. યેદિયુરપ્પાએ કહ્યું કે 'આ દેશના 70 ટકા લોકો ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ના ફક્ત પોતાનો કાર્યકાળ પુરો કરે પરંતુ આગામી વર્ષે પણ તે વડાપ્રધાન બને જેથી આ દેશના સમક્ષ હાલની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે. આ તરૂણ ભારતની આકાંક્ષા છે. 

તેમણે કહ્યું કે મોદીએ બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ સફળતાપૂર્વક પુરૂ કર્યું અને દેશના તેમના 'અસાધારણ તથા દૂરદ્વષ્ટિપૂર્ણ નેતૃત્વમાં પ્રગતિના પથ પર વધી રહ્યો છે. તેમણે કહ્યું કે ''વડાપ્રધાન પોતાના 'સબકા સાથ, સબકા વિકાસ' સિદ્ધાંત અને સમાવેશ યોજાનાઓ સાથે દેશને વિકાસના પથ પર આગળ લઇ જઇ રહ્યા છે. 

તેમણે કહ્યું કે મોદી ''મજબૂત અને આત્મનિર્ભર ભારત'' ભારતના નિર્માણની દિશામાં પ્રયાસરત છે. મોદી સરકારના બીજા કાર્યકાળના એક વર્ષની પૃષ્ઠભૂમિમાં મુખ્યમંત્રીએ સંવાંદદાઅતાઓને કહ્યું કે ફક્ત ભારતમાં જ નહી પરંતુ દુનિયાભરમાં મોદીના તેમના 'વસુધૈવ કુટુમ્બકમ' મંત્રથી અસાધારણ નેતાની ઓળખ બની છે. 

તેમણે ત્રણ તલાક ખતમ કરીને, વંદે ભારત મિશન, નાગરિકતા સંશોધન એક્ટ, એક દેશ એક રાશનકાર્ડ, નવા મોટર વ્હિકલ અધિનિયમ, રામમંદિર વિવાદના સમાધાન વગેરે કેન્દ્રની સરકારની ઉપલબ્ધિઓના રૂપમાં ગણાવી. 

તેમણે કહ્યું કે મોદીએ 130 કરોડની જનસંખ્યાવાળા આ દેશમાં કોરોના વાયરસ સામે મુકાબલો કરવા મોટા પડકારને પૂરી ક્ષમતા સાથે સંભાળ્યો. યેદિયુરપ્પાએ કહ્યું કે ''મોદીજીએ ગત વર્ષે વિનાશકારી પૂર દરમિયાન રાજ્ય (કર્ણાટક) પણ સહયોગ કર્યો. રાજ્ય સરકાર વડાપ્રધાનમંત્રી કાર્યકુશળતાથી પ્રેરણા લેતાં કર્ણાટકનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. 

ત્યારે તેમને કેન્દ્ર અને કર્ણાટકમાં ભાજપની સરકાર હોવાના છતાં કેન્દ્ર દ્વારા રાજ્યના ભાગોના ધનમાં કાપ કરવાનો પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે બંને નાણાકીય મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યા છે. તેમણે કહ્યું કે મને સો ટકા વિશ્વાસ છે કે આગામી દિવસોમાં તે (મોદી) કર્ણાટક માટે ધન ઇશ્યૂ કરવા જઇ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news