નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે હવાઇ સેવાઓ અટકી ચુકી છે, જેના કારણે વિમાન ઇંધણનું વેચાણ સંપુર્ણ અટકી ગયુ છે. જેના કારણે તેલ કંપનીઓ વિમાન ઇંધણ એવિએશન ટર્બાઇન ફ્યૂલ (ATF) ની કિંતમાં 23 ટકા જેટલો મોટો ઘટાડો કરી દીધો છે. આ ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં  કાચા તેલની કિંમતમાં થયેલા ઘટાડાને કારણે થયો છે. નવા ઘટાડા બાદ એટીએફનાં ખર્ચમાં પેટ્રોલ અને ડિઝલની તુલનામાં એક તૃતિયાંશ એટલે કે 33 ટકા થઇ ગઇ છે. જો કે બીજી તરફ રવિવારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઇ પરિવર્તન આવ્યું નહોતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona: દેશનાં 20 શહેરો બન્યા મોટા પડકારો, સરકારે 20 કેન્દ્રીય ટીમોની રચના કરી

જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીની માહિતી અનુસાર દિલ્હીમાં એટીએફનો ભાવ 6812 રૂપિયા પ્રતિકિલોલીટર અથવા 23.2 ટકાનાં ઘટાડા સાથે 22,544.75 રૂપિયા પ્રતિ કિલોલીટર રહી ગયું છે. આ પ્રકારે વિમાન ઇંધણનો ભાવ પેટ્રોલની તુલનાએ એક તૃતિયાંશ રહી ગયુ છે. દિલ્હીમાં કાર, દ્વિચક્રી વાહનોમાં ઉપયોગમાં લેનારા ઇંધણની કિંમત 69.59 રૂપિયા પ્રતિ લિટર છે. તે એક લીટર એટીએફનો ભાવ 22.54 રૂપિયા પ્રતિ લિટર થશે. જ્યારે હાલ મિનરલ વોટરની કિંમત 20-25 રૂપિયા લિટરે વેચાય છે. બીજી તરફ બસ,ટ્રક અને ટ્રેક્ટરમાં ઉપયોગ થનારા ડિઝલનો ભાવ 62.29 રૂપિયા પ્રતિ લીટર છે.


ટ્રક ડ્રાઇવરને કોઇ પણ સમસ્યા ન થાય તે માટે ગૃહમંત્રાલયે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

નવી સુચના અુસાર બજાર મુલ્ય અથવા સબ્સિડી વગર કેરોસિનનો ભાવ 39,678 રૂપિયા પ્રતિ કિલોલીટર (39.67 રૂપિયા પ્રતિ લીટર) પર આવી ગઇ છે. આ પ્રકારે કેરોસિનનો ભાવ પણ પેટ્રોલ અને ડિઝલ કરતા ઘણો ઓછો છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીથી એટીએફમાં આ છઠ્ઠી અને સૌથી મોટો ઘટાડો છે. ફેબ્રુઆરીથી જેટ ઇંધણના ભાવોમાં આશરે 66 ટકાનો ઘટાડો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube