ટ્રક ડ્રાઇવરને કોઇ પણ સમસ્યા ન થાય તે માટે ગૃહમંત્રાલયે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

દેશનાં કોઇ પણ હિસ્સામાં સામાનથી ભરેલો ટ્રક કે ખાલી ટ્રક કોઇ પણ રાજ્ય પોલીસ કે અન્ય કોઇ પણ વિભાગના અધિકારી દ્વારા અટકાવવામાં આવે તો ડ્રાઇવર સીધો જ કેન્દ્રીય ગૃહમંત્રાલયના કંટ્રોલ રૂમનો સંપર્ક સાધી શકે છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, આ પ્રકારની ઘટના ક્યાંય પણ થાય તો MHA કંટ્રોલ રૂપમનાં ફોન નંબર 1930 પર કોલ કરીને માહિતી આપવામાં આવે. આ અંગે તુરંત જ કાર્યવાહી થશે.
ટ્રક ડ્રાઇવરને કોઇ પણ સમસ્યા ન થાય તે માટે ગૃહમંત્રાલયે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

નવી દિલ્હી : દેશનાં કોઇ પણ હિસ્સામાં સામાનથી ભરેલો ટ્રક કે ખાલી ટ્રક કોઇ પણ રાજ્ય પોલીસ કે અન્ય કોઇ પણ વિભાગના અધિકારી દ્વારા અટકાવવામાં આવે તો ડ્રાઇવર સીધો જ કેન્દ્રીય ગૃહમંત્રાલયના કંટ્રોલ રૂમનો સંપર્ક સાધી શકે છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, આ પ્રકારની ઘટના ક્યાંય પણ થાય તો MHA કંટ્રોલ રૂપમનાં ફોન નંબર 1930 પર કોલ કરીને માહિતી આપવામાં આવે. આ અંગે તુરંત જ કાર્યવાહી થશે.

ટ્રકોની આવનજાવનમાં કોઇ પ્રતિબંધ સહ્ય નહી
સમગ્ર દેશમાં ટ્રકોના નિર્વિરોધ આવન જાવનમાં અડંગો લગાવ્યાની કેટલીક ફરિયાદ મળ્યા બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, અનેક રાજ્યોથી આ પ્રકારની માહિતી મળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યોની સીમા પર આવે છે સૌથી વધારે સમસ્યા
રાજ્યમાં ખાસ કરીને સીમાવર્તી વિસ્તાર, જ્યાં 2 રાજ્ય 2 જિલ્લાની સીમાઓ મળે છે ત્યાં ટ્રકોને અટકાવવાની વધારે ફરિયાદો મળે છે. એટલા માટે ટ્રકરોને, ડ્રાઇવર અને ટ્રાન્સપોર્ટર્સ કંપનીઓને નિર્દેશ અપાયા છે કે, આ પ્રકારની કોઇ પણ ઘટના  ઘટે છે તો તેની માહિતી સીધી જ કેન્દ્રીય ગૃહમંત્રાલયનાં કટ્રોલ રૂમને આપવામાં આવે. આ કંટ્રોલ રૂમ 24 કલાક અને અઠવાડીયાના સાતેય દિવસ કાર્યરત હોય છે. હવે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના અધિકારી પણ બેસે છે જેથી સમસ્યાનો તત્કાલ ઉકેલ લાવી શકાય. 

નેશનલ હાઇવે પર પરેશાની આવે તો આ નંબર પર કોલ કરો
રાજમાર્ગ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, અનેક રાષ્ટ્રીય રાજમાર્ગો પર પણ ટ્રકોની આવન જાવનમાં સમસ્યા પડી રહી છે. અનેક ટોલ બુથો પર ખટારાને પરાણે અટકાવાઇ રહ્યા છે. જો આવી કોઇ સમસ્યા થાય તો રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એનએચએઆઇના કંટ્રોલ રૂમ નંબર 1033 પર કોલ કરીને માહિતી આપવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news