નવી દિલ્હી/ ઝાબુઆ: કોરોના કાળમાં (Coronavirus) ઇમ્યુનિટી અંગે સતત ચર્ચા થઈ રહી છે. જે દર્દીઓની ઇમયુનિટી (Immunity) સારી છે તેઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા. સતત સ્વાસ્થ્ય નિષ્ણાતો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે કે, તમારા ખાવા-પીવાનું ધ્યાન રાખો જેથી ઇમ્યુનિટી સારી રહે અને કોરોના કાળમાં તમારું સ્વાસ્થ્ય સારુ રહે છે. એવામાં કડકનાથ (kadaknath) મરઘા ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરી શકે છે. મધ્યપ્રદેશના ઝાબુઆ કડકનાથ રિસર્ચ સેન્ટર (kadaknath research center MP) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને (ICMR) પત્ર મોકલી એવો દાવો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડકનાથનું મીટ અથવા ઇંડું બંને અસરકારક
ઝાબુઆ કડકનાથ રિસર્ચ સેન્ટર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ (kadaknath research center Jhabua) દાવો કર્યો છે કે, ઇમ્યુનિટી (Immunity) વધારવા માટે કડકનાથને ડાયટમાં સામેલ કરવામાં આવે. રિસર્ચ સેન્ટરનો દાવો છે કે, પ્રસિદ્ધ કડકનાથ મરઘો ઇમ્યુનિટી વધારવામાં મદદગાર સાબિત થાય છે. કડકનાથ (kadaknath) મરઘાનું મીટ, ઇંડું ઇમ્યુનિટી વધારે છે. કડકનાથ મરઘો પ્રોટિન તેમજ અન્ય ગુણોની સાથે સ્વાદ માટે પણ દેશમાં પ્રખ્યાત છે.


આ પણ વાંચો:- CM જગન મોહનના નજીકના સાંસદ પર IT નો સકંજો, ઝડપાઈ રૂપિયા 300 કરોડની ટેક્સ ચોરી


'ડાયેટ પ્રોટોકોલમાં કરો સામેલ'
ઝાબુઆ કડકનાથ રિસર્ચ સેન્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કડકનાથ મરઘાના માંસમાં ઉચ્ચ પ્રોટીન, વિટામિન, જસત અને ઓછી ચરબી જોવા મળે છે અને તે કોલેસ્ટરોલ મુક્ત છે. તેથી તેને પોસ્ટ કોવિડ અને કોવિડ દરમિયાન આહાર પ્રોટોકોલમાં સામેલ કરવું જોઈએ. રિસર્ચ સેન્ટર દ્વારા ICMR ને મોકલવામાં આવેલા પત્રમાં રાષ્ટ્રીય મીટ રિસર્ચ સેન્ટર અને મેડિકલ જર્નલમાં પ્રકાશિત અહેવાલની નકલ પણ જોડવામાં આવી છે.


આ પણ વાંચો:- અયોધ્યામાં દર્દનાક દુર્ઘટના, સરયુ સ્નાન દરમિયાન એક જ પરિવારના 12 લોકો ડૂબ્યા


ઇમ્યુનિટી મજબૂત તો જીતી શકાય છે કોરોના સામે જંગ
ખરેખર કોરોના સામેની લડતમાં તમારી ઇમ્યુનિટી સૌથી મોટું હથિયાર છે. જો ઇમ્યુનિટી મજબૂત હોય તો તમે કોરોનાને હરાવી શકો છો. જો કે, ત્યારબાદ પણ ઘટતી ઇમ્યુનિટી ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. આવી સ્થિતિમાં ઉચ્ચ પ્રોટીન આહારની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ઝાબુઆ રિસર્ચ સેન્ટરનો દાવો સાચો સાબિત થાય છે, તો કડકનાથ મરઘો એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube