અબ્દુલ સત્તાર, ઝાંસી: જો તમારું બાળક શાળાએ જાય છે તો આ સમાચાર તમારા માટે છે. દરેક માતા-પિતા માટે આ જરૂરી છે કે, તેમારું બાળક શાળામાં કેટલું સુરક્ષિત છે. ઝાંસીમાં પ્રાઇમરી શાળામાં વિંછી કરડવાથી ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મોત થયું છે. આ કિસ્સો મઉરાની તાલુકોના વીરા ગામની પ્રાઇમરી શાળાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- RSS માનહાનિ કેસ: કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું- ‘હું નિર્દોષ છું’, મળ્યા અગોતરા જામીન


શાળામં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે, શાળામાં સાફ-સફાઇ કરવામાં આવતી નથી. જે સમયે આ ઘટના બની તે સમયે વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઇ કરાવવામાં આવી રહી હતી. તે દરમિયાન 11 વર્ષના વિદ્યાર્થીને વિંછી કરડ્યો હતો.


કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે નેતાઓની થશે બેઠક, CWC મીટિંગનો દિવસ થશે નક્કી


જો કે, સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓ પાસે સફાઇ કરાવવાની વાતથી ઇન્કાર કર્યો છે. પરંતુ તેમણે આ વાતનો સ્વીકાર કર્યો કે, વિદ્યાર્થીને હોસ્પિટલ લઇ જતા પહેલા તાંત્રિક પાસે લઇ જવામાં આવ્યો હતો. પરિવારજનોએ કેરલેસ શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...