ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહરમના ઝૂલુસ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી. અહીં હાઈટેન્શન  લાઈનની ઝપેટમાં આવી જવાથી કુલ 13 લોકો દાઝી ગયા. જેમાં ચાર લોકોના દર્દનાક મોત થયા છે. જ્યારે 9 લોકોની સ્થિતિ ગંભીર છે. મળતી માહિતી મુજબ બોકારોના બેરમો વિસ્તારના ખેતકોમાં આ ઘટના સવારે લગભગ 6 વાગે ઘટી. તમામ મોહરમના તાજિયા લઈને જઈ રહ્યા હતા. ત્યારે તેઓ 11000 વોલ્ટના તારની ઝપેટમાં આવી ગયા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube