ઝારખંડ ચૂંટણી પરિણામઃ ભાજપ હારશે તો હારની જવાબદારી મારીઃ રઘુવર દાસ
અત્યાર સુધી આવેલા પરિણામ મુજબ જેએમએસ, કોંગ્રેસ અને આરજેડીનું ગઠબંધન કુલ 45 સીટો પર આગળ ચાલી રહ્યું છે.
રાંચીઃ ઝારખંડ વિધાનસભાની 8 સીટ પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ જીત મેળવી લીધી છે. મુખ્યપ્રધાન રઘુવર દાસે કહ્યું કે, મને આશા છે કે પરિણામ અમારા પક્ષમાં હશે. હું છેલ્લા પરિણામોની રાહ જોઈ રહ્યો છું. ભાજપ જનતાના જનાદેશનો સ્વીકાર કરશે. પરંતુ અત્યાર સુધીના પરિણામોથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, રાજ્યમાંથી ભાજપની વિદાય નક્કી છે. રઘુવર દાસે કહ્યું કે, જો ભાજપ હારે તો ચોક્કસપણે મારી હાર હશે.
એટલું જ નહીં, ઝારખંડના મુખ્યપ્રધાન રઘુવર દાસે કહ્યું કે, કોઈ ચમત્કારની આશા નથી. હજુ મતની ગણતરી ચાલી રહી છે, જે પરિણામ આવ્યા તેનું સ્વાગત કરુ છું. બાકી 65 પાર જવાના સવાલ પર તેમણે કહ્યું કે, જિંદગીમાં લક્ષ્ય મોટું રાખવું જોઈએ. ભાજપ હંમેશા મોટા લક્ષ્યને લઈને ચાલે છે. સંપૂર્ણ વિશ્લેષણ કર્યાં બાદ મીડિયાની સામે ફરી આવીશ.
Jharkhand Election Results 2019: એક જ વર્ષમાં ઝારખંડ સહિત 5 રાજ્યો ભાજપે ગુમાવ્યાં
રઘુવર દાસે પત્રકાર પરિષદ દરમિયાન તે પણ કહ્યું કે, જો ઝારખંડમાં ભાજપ હારે છે તો આ મારી હાર છે. બાકી સંપૂર્ણ પરિણામ આવ્યા બાદ કોઈ વાત કરવી યોગ્ય રહેશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube