ચારા કૌભાંડ: લાલુ યાદવને જામીન મળ્યાં, છતાં રહેવું પડશે તો જેલમાં જ, જાણો કારણ
ચારા કૌભાંડ મામલે સજા પામેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત મળી છે. ઝારખંડ હાઈકોર્ટે તેમને રાહત આપી છે.
રાંચી: ચારા કૌભાંડ મામલે સજા પામેલા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને મોટી રાહત મળી છે. ઝારખંડ હાઈકોર્ટે તેમને રાહત આપી છે. કોર્ટે જામીન પર સુનાવણી હાથ ધરતા દેવઘર ટ્રેઝરી કેસમાં જામીન આપ્યા છે. જો કે હાલ તેમણે હજુ જેલમાં જ રહેવું પડશે.
લાલુ યાદવ જામીન માટે ઘણા સમયથી કોર્ટમાં અરજી કરી રહ્યાં હતાં. પરંતુ તેમને રાહત મળતી નહતી. પરંતુ શુક્રવારે ઝારખંડ હાઈકોર્ટે લાલુ યાદવને મોટી રાહત આપી. દેવઘર ટ્રેઝરી મામલે સુનાવણી કરતા કોર્ટે તેમને જામીન આપવાનો નિર્ણય લીધો છે. કોર્ટે લાલુ યાદવને 50,000ના બે પર્સનલ બોન્ડ પર જામીન આપ્યાં છે.
જો કે જામીન મળ્યા બાદ પણ તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવશે નહીં. કારણ કે તેમને ચારા કૌભાંડ મામલે દેવઘર, દુમકા અને ચાઈબાસા 3 કેસમાં સજા થઈ છે. અને દુમકા તથા ચાઈબાસા મામલે હજુ તેમને જામીન મળ્યા નથી. આથી હાલ તેમણે જેલમાં જ રહેવું પડશે.
જુઓ LIVE TV