Jharkhand New CM Champai Soren Oath: ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડ અંગે ઈડીએ વિશેષ કોર્ટને મહત્વપૂર્ણ જાણકારી આપી છે. ઈડીએ જણાવ્યું છે કે સોરેનની ધરપકડનો લેખિત આધાર રાત્રે 10 વાગે આપી શકાયો હતો. એક મહત્વપૂર્ણ જાણકારી શેર કરતા કહ્યું કે સોરેને તપાસ દરમિયાન એક ધાર્મિક લોકેટઅને એક વિંટીને કાઢવાની ઘસીને ના પાડી દીધી હતી. મુખ્યમત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તરત ઈડીએ બુધવારે રાતે સોરેનની ધરપકડ કરી હતી. તે પહેલા એજન્સીએ 7 કલાકથી વધુ પૂછપરછ કરી હતી. આજનો દિવસ હેમંત સોરેન માટે ખુબ મહત્વનો છે. કારણ કે વિશેષ કોર્ટ ઈડીની અપીલ પર નિર્ણય લેશે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થશે. આજે જ ઝારખંડના નવા સીએમ ચંપઈ સોરેન શપથ પણ લઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો
ઈડીએ દાવો કર્યો છે કે ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનને તેમની ધરપકડ અંગેની સૂચના બુધવારે સાંજે પાંચ વાગે આપવામાં આવી હતી. પરંતુ આ આદેશ તેઓ સ્વીકારવા તૈયાર નહતા. ઈડીએ  કહ્યું કે તેઓ પહેલા મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપવા માંગતા હતા. એજન્સીએ રિમાન્ડ નોટમાં આરોપ લગાવ્યો કે સોરેન મંજૂરી વગર અને તે સમયે ચાલી રહેલી કાર્યવાહી પૂરી કર્યા વગર રાજભવન માટે નીકળી ગયા હતા. ઈડીએ એવો પણ આરોપ લગાવ્યો કે ગેરકાયદેસર રીતે સોરેનના કબજામાં લગભગ 8.5 એકડ કુલ ક્ષેત્રફળની જમીન છે અને આ મની લોન્ડરિંગ હેઠળ અપરાધથી મેળવેલી આવક છે. 


ઈડીએ માંગ્યા 10 દિવસ
ઈડીએ વિશેષ પીએમએલએ કોર્ટ પાસે તેમની 10 દિવસની કસ્ટડીની અપીલ કરી છે. એજન્સીએ સોરેનને સાંજે 5 વાગે તેમની પત્ની કલ્પના સોરેનને ધરપકડ અંગે સૂચિત કરવાની મંજૂરી આપી હતી. કોર્ટે ગઈ કાલે સોરેનને એક દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. PMLA કોર્ટે પોતાનો ચુકાદો શુક્રવાર એટલે કે આજ પર અનામત રાખ્યો છે. જેએમએમ નેતાએ બિરસા મુંડા કેન્દ્રીય જેલમાં રાત વિતાવવી પડી. આજે ખબર પડી જશે કે તેમણે જેલમાં જવું પડશે કે રાહત મળશે. બીજી બાજુ ધરપકડને પડકારનારી હેમંત સોરેનની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરવા માટે સહમત થઈ છે. સોરેને પહેલા ઝારખંડ હાઈકોર્ટમાં પોતાની ધરપકડ પડકારી હતી. પછી તેમણે વકીલોના માધ્યમથી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા. 


શપથ લેશે ચંપઈ સોરેન
ઝારખંડના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણને આજે ઝારખંડ મુક્તિ મોરચાના વિધાયક દળના નેતા ચંપઈ સોરેનને મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે આમંત્રણ આપ્યું છે. તે પહેલા રાજ્યમાં ભ્રમની સ્થિતિ બનેલી હતી. લગભગ 24 કલાક સુધી મુખ્યમંત્રી ન હોવાના કારણે રાજકીય સંકટ ગરમાયું હતું. રાજ્યપાલના પ્રધાન સચિવ નિતિન મદન કુલકર્ણીએ કહ્યું કે અમે તેમને શપથ લેવા માટે આમંત્રણ આપ્યું છે. હવે તેઓ નક્કી કરશે કે શપથ ક્યારે લેવાના છે. 


પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઠાકુરે કહ્યું કે ચંપઈ સોરેનને પોતાની સરકારનો બહુમત સાબિત કરવા માટે 10 દિવસનો સમય અપાયો છે. કોંગ્રેસ રાજ્યમાં જેએમએમ ગઠબંધનની સહયોગી પાર્ટી છે. ઠાકુરે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરીશું કે રાહુલ ગાંધીના નેતૃત્વવાળી ભારત જોડો ન્યાયયાત્રા રાજ્યમાં પ્રવેશ કરે તે પહેલા શુક્રવાર બપોર સુધીમાં શપથ લેવાઈ જાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube