Ranchi SI Killed: નુંહ બાદ હવે રાંચીમાં મહિલા પોલીસકર્મીની હત્યા, વાહન ચેકિંગ દરમિયાન પિકઅપ વાને કચડી નાખ્યા
Jharkhand Female SI Murder: ઝારખંડના પાટનગર રાંચીમાં એક મહિલા પોલીસકર્મીની ગાડીથી કચડીને હત્યા કરી દેવાઈ. આ ઘટના રાંચીના તુપુદાના પોલીસ મથક હદના હુલહૂંડુની છે. જે સમયે આ ઘટના ઘટી ત્યારે મહિલા સબ ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપનો વાહન ચેકિંગ કરી રહી હતી.
Jharkhand Female SI Murder: ઝારખંડના પાટનગર રાંચીમાં એક મહિલા પોલીસકર્મીની ગાડીથી કચડીને હત્યા કરી દેવાઈ. આ ઘટના રાંચીના તુપુદાના પોલીસ મથક હદના હુલહૂંડુની છે. જે સમયે આ ઘટના ઘટી ત્યારે મહિલા સબ ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપનો વાહન ચેકિંગ કરી રહી હતી. અચાનક ત્યારે જ અપરાધીઓએ તેમને પિકઅપ વેનથી કચડી નાખ્યા. જેમાં તેમનું મોત નિપજ્યું.
સંધ્યા ટોપનો 2018 બેચના અધિકારી હતા. આ ઘટના આજે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસની છે. એસઆઈની હત્યાની સૂચના મળ્યા બાદ પોલીસ મથક પ્રભારી સહિત અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘટનાને અંજામ આપ્યા બાદ અપરાધી વાહન લઈને ફરાર થઈ ગયા. જો કે આરોપી હાલ પોલીસની પકડમાં આવી ગયો છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ફંફોળી રહી છે. ઘટનાની જાણકારી આપતા રાંચીના એસએસપીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને વાહન પણ જપ્ત કરાયું છે.
ગેરકાયદેસર ખનન રોકવા ગયેલા DSP ને માફિયાએ ડમ્પરથી કચડી નાખ્યા, ઘટનાસ્થળે જ મોત
અત્રે જણાવવાનું કે આવો જ એક બનાવ ગઈ કાલે હરિયાણામાં બની ગયો. જ્યાં મેવાતના નુંહમાં ડીએસપી સુરેન્દ્ર સિંહની ખનન માફિયાએ હત્યા કરી નાખી. ત્યારબાદ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે ગયા હતા. આ દરમિયાન ડેપ્યુટી એસપી ઉપર ડમ્પર ચડાવી દીધુ અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. નૂંહના તવાડુના ડેપ્યુટી એસપી પદ પર સુરેન્દ્ર સિંહ તૈનાત હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube