ગેરકાયદેસર ખનન રોકવા ગયેલા DSP ને માફિયાએ ડમ્પરથી કચડી નાખ્યા, ઘટનાસ્થળે જ મોત
ખનન માફિયાઓએ એક ડીએસપીની હત્યા કરી નાખી. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. ગેરકાયદેસર ખનન કાર્યવાહી દરમિયાન માફિયાઓએ ડમ્પર ડેપ્યુટી એસપી પર ચડાવી દીધુ. આ ઘટના બાદ ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો.
Trending Photos
હરિયાણાના મેવાતમાં ખનન માફિયાઓએ એક ડીએસપીની હત્યા કરી નાખી. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. ગેરકાયદેસર ખનન કાર્યવાહી દરમિયાન માફિયાઓએ ડમ્પર ડેપ્યુટી એસપી પર ચડાવી દીધુ. આ ઘટના બાદ ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો.
મળતી માહિતી મુજબ ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે ગયા હતા. આ દરમિયાન ડેપ્યુટી એસપી ઉપર ડમ્પર ચડાવી દીધુ અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. નૂંહના તવાડુના ડેપ્યુટી એસપી પદ પર સુરેન્દ્ર સિંહ તૈનાત હતા. એવું કહેવાય છે કે સુરેન્દ્ર સિંહે પથ્થર ભરેલા એક ડમ્પરને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે જ ડ્રાઈવરે ડમ્પર તેમના પર ચડાવી દીધુ. અત્રે જણાવવાનું કે ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ આ વર્ષે રિટાયર થવાના હતા. પચગાંવના પહાડી વિસ્તારમાં ડેપ્યુટી એસપીનો મૃતદેહ મળ્યો છે.
#Haryana | हरियाणा के नूंह में DSP की हत्या, खनन माफिया ने DSP के ऊपर डंपर चढ़ाकर मौत के घाट उतारा #Haryana @police_haryana
— Zee News (@ZeeNews) July 19, 2022
એવું કહેવાય છે કે ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈને તવાડુના પહાડી વિસ્તારમાં ગેરકાયદેસર ખનની સૂચના મળી હતી અને ત્યારબાદ તેઓ ત્યાં પહોંચ્યા હતા. સવારે 11 વાગે તેમને ખનની જાણકારી મળી હતી. ત્યારબાદ સાડા અગિયાર વાગે તેઓ સ્ટાફ સાથે ત્યાં પહોંચ્યા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને જોઈને ખનન માફિયાઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન ડીએસપીને કચડી નાખ્યા.
Haryana | Tawadu (Mewat) DSP Surendra Singh Bishnoi, who had gone to investigate an instance of illegal mining in Nuh, died after being run over by a dumper driver. Search operation is underway to apprehend the accused. Details awaited: Nuh Police pic.twitter.com/Q1xjdUPWE2
— ANI (@ANI) July 19, 2022
હરિયાણાના ખનન મંત્રી મૂળચંદ શર્માએ કહ્યું કે દોષિતોને છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ખનની મંજૂરી નથી. પોલીસ આરોપીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ ઘટના બાદ ભારે સંખ્યામાં પોલીસફોર્સ ઘટનાસ્થળે પહોંચી છે. નોંધનીય છે કે ડીએસપીની હત્યા બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં છે અને દોષિતોને પકડવા માટે કાર્યવાહી તેજ કરાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે