Model Jyoti Sharma: મોડલિંગ કરનર જ્યોતિ શર્મા નામની છોકરી રાંચી અને આસપાસના વિસ્તારોમાં બ્રાઉન શુગર અને ડ્રગ્સના બિઝનેસના લીડર તરીકે ઉભરી આવી છે. રાંચી પોલીસે જ્યોતિ અને તેની માતા મુન્ની દેવી સહિત રેકેટ સાથે સંકળાયેલા પાંચ લોકોની ધરપકડ કરી છે. જ્યોતિ આ પહેલાં ગત વર્ષે નવેમ્બરમાં પણ બ્રાઉન શુગર સાથે ઝડપાઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે આ બિઝનેસને ફરીથી ફેલાયો હતો. પોલીસે મોડલ અને તેની માતા ઉપરાંત જે લોકોની ધરપકડ કરી છે, તેમાં અર્જુન શર્મા, બલરામ શર્મા અને રાહુલ શર્મા સામેલ છે. આ તમામને રાંચીના સુખદેવ નગર અને પંડરા વિસ્તારમાં પકડવામાં આવ્યા છે. તેની પાસેથી 36 ગ્રામ બ્રાઉન શુગર અને બે લાખ 90 હજાર રૂપિયા કેશ અને કેટલાક મોબાઇફલ ફોન મળી આવ્યા છે. 


પૂછપરછમાં જ્યોતિએ શું જણાવ્યું? 
પોલીસની પૂછપરછમાં જ્યોતિએ જણાવ્યું કે બ્રાઉન શુગરની સપ્લાયનું નેટવર્ક ચલાવવા માટે તેની ગેંગ આ વખતે ઓનલાઇન રીતનો ઉપયોગ કરી રહી હતી. નેટવર્કમાં ઘણા બીજા લોકો સામેલ છે, જેની ધરપકડ માટે પોલીસ અલગ-અલગ અડ્ડાઓ પર રેડ પાડી રહી છે. 


પોલીસ તપાસમાં આ વાત સામે આવી છે કે રાંચીમાં બિહારના સાસારામ અને ઉડીસાના કેટલાક શહેરોથી બ્રાઉન શુગર પહોંચે છે. જ્યોતિ અને તેની ગેંગના લોકો કોલેજના વિદ્યાર્થીઓને આકર્ષિત કરી તેમને બ્રાઉન શુગરની લત લગાવે છે અને ત્યારબાદ ઉંચી કિંમત પર તેમને સપ્લાય કરે છે. જ્યોતિના મોબાઇલમાં એવા ઘણા કોંટેક્ટ મળ્યા છે. જેમને તે ડ્રગ્સ સપ્લાય કરતી હતી. જ્યોતિ રાંચીની વિદ્યાનગર કોલોની સ્થિત સ્વર્ણરેખાની રહેવાસી છે. 


રાંચી અને દિલ્હી સહિત ઘણા શહેરોમાં મોડલિંગ દરમિયાન જ જ્યોતિનો સંપર્ક બ્રાઉન શુગર સપ્લાયરો સાથે થયો. પછી આ ધંધામાં તાત્કાલિક મળનાર વધુ નફાની લાલચમાં તેણે પોતાની ગેંગ તૈયાર કરી લીધી. તેની માત પણ આ ધંધામાં તેની સાથે આવી ગઇ. ગત નવેમ્બરમાં જેલ ગયા બાદ ત્યાં પણ એવા ઘણા એવા લોકો સાથે મિત્રતા થઇ, જે આ ઘંધામાં તેના સહભાગી બની ગયા. જેલમાંથી નિકળ્યાના થોડા દિવસો બાદ જ તેણે ફરી ધંધો ફેલાવી દીધો. 


ગત નવેમ્બરમાં જ્યોતિની ધરપકડથી મળેલા પુરાવાના આધારે પોલીસે ઝારખંડમાં ઘણી જગ્યાએ રેડ પાડી હતી. ત્યારે રાંચીમાં ગાંધી નામના એક યુવક અને પલામૂમાં રિઝવાના નામની એક મહિલા પોલીસ પકડમાં આવી હતી. તેણે પોલીસે જણાવ્યું કે આ ધંધામાં રાંચી, ધનબાદ, બોકારો અને પલામૂની ઘની મહિલાઓ સામેલ છે.