જો અમે તમને કહીએ કે મુસાફરી કરતા કરતા અચાનક 2022માં જતા રહો કે પછી 2024માં આવી જાઓ અને ઘડિયાળનો કાંટો 10ની જગ્યાએ 12 વગાડે તો તમે શં કહેશો? આ સાંભળીને તમે પણ છક થઈ જશો, જાણે કોઈ ફિલ્મનો સીન હોય તેવું તમને લાગશે. પરંતુ તમને જણાવી દઈએ કે રાંચીથી જમશેદપુર જનારા રસ્તા પર એક એવું સ્થળ છે જ્યાં ઘડિયાળનો સમય બદલાય છે અને મોબાઈલમાં પણ વર્ષ કઈક બીજુ દેખાવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે વાત કરી રહ્યા છીએ NH 33 હાઈવેની જે રાંચીને જમશેદપુર સાથે જોડે છે. પરંતુ આ રસ્તો મોતના હાઈવે તરીકે પણ ઓળખાય છે. ખાસ કરીને હાઈવે પર આવતી તૈમારા  ઘાટી ખુબ જ ખતરનાક હોવાનું કહેવાય છે. જ્યાં અનેક કારણોસર દુર્ઘટનાઓ ઘટી છે અને કેટલાય લોકોના જીવ ગયા હોવાનું કહેવાય છે. 


તૈમારા ઘાટી
ઝારખંડની તૈમારા ઘાટી જવા માટે તમારે રાંચી જમશેદપુર હાઈવે એટલે કે NH-33 પર જવું પડશે. હવે આ રસ્તો ફોરલેનમાં ફેરવાઈ ચૂક્યો છે. વરસાદમાં અહીંનો માહોલ કઈક અલગ હોય છે. દરેક જગ્યાએ એકદમ રિફ્રેશિંગ ફીલ થાય છે. અહીં તમને હરિયાળી પણ જોવા મળશે. અનેકવાર લોકો રોકાઈને ફોટા લેતા હોય છે. રસ્તા પર લગભગ એક કિમીની ઇંદર તમે આ ઘાટીની મજા માણી શકો છો. 


અકસ્માત પાછળ કારણ
વાત કરીએ આ ખતરનાક રસ્તાની તો અહીં અનેક અકસ્માત સર્જાઈ ચૂક્યા છે. લોકોનું માનવું છે કે અહીં સફેદ કપડાંમાં એક મહિલા ઘૂમે છે અને જ્યારે વાહનનો ડ્રાઈવર મહિલાને બચાવવાની કોશિશ કરે છે તો તે વાહનનો અકસ્માત થાય છે. જો તમે પણ આ જગ્યા પર જશો તો અનેક ગાડીઓના અક્સમાતનો નજારો  જોઈ શકો છો. એટલું જ નહીં આ ચીજોથી બચવા માટે અહીં પહેલા એક મંદિર બનાવવામાં આવ્યું જેથી કરીને ઘટના અને દુર્ઘટનાઓને રોકી શકાય. પૂજારીનું કહેવું છે કે ગામમાં પૂજા પાઠમાં ગડબડી થવાથી માતા પોતે સ્ત્રીનું સ્વરૂપ લે છે અને રસ્તા પર આવી જાય છે. બચાવવાના ચક્કરમાં ગાડીઓના અકસ્માત થાય છે. 


મોબાઈલ ફોનનું વર્ષ અને સમય બદલાઈ જાય!
અહીં આવનારા લોકોનું કહેવું છે કે મોબાઈલ ફોનનો સમય અને તારીખ બંને આપોઆપ બદલાઈ જાય છે. ક્યારેક સમય એક વર્ષ પાછળ જતો રહે છે તો ક્યારેક એક વર્ષ આગળ અને તેમનું કહેવું છે કે ગાડીની ગતિ પણ કઈક અલગ જ થઈ જાય છે. પરંતુ તેમનું એ પણ કહેવું છે કે અહીંથી આગળ જતા સમય અને તારીખ બધુ આપોઆપ વ્યવસ્થિત થઈ જાય છે. 


અજીબ હાલાત
એક મીડિયા રિપોર્ટમાં રાંચી વિશ્વવિદ્યાલયના જિયોલોજી વિભાગના ડો.નિતિશ પ્રિયદર્શીના હવાલે કહેવાયું છે કે તેમના અનેક મિત્રોએ અહીંથી પસાર થતા ઘણી વિચિત્ર ચીજો મહેસૂસ કરી. તેમના એક મિત્ર બુંડુ-રાંચી-ટાટાની આ ઘાટી પાસેથી પસાર થઈ રહ્યો હતો અને તેમને એક ફોન આવ્યો. પરંતુ તેમનો ફોન કોઈ કારણસર બંધ થઈ ગયો. તે દિવસની તારીખ 11 જાન્યુઆરી 2022 હશે. ત્યારબાદ જ્યારે તેમણે પોતાનો ફોન ઓન કર્યો તો તેમાં 27 ઓગસ્ટ 2023ના વર્ષનો મિસ કોલ પડ્યો હતો. આવી વિચિત્ર ઘટનાઓ તેમના અનેક મિત્રો સાથે ઘટી. 


ગામના લોકોનું શું છે કહેવું
ગામમાં અનેક લોકો એવા છે જે નેટવર્કનો પ્રોબ્લમ, સમય બદલાઈ જવાની ઘટનાઓનું સત્ય જણાવે છે. કેટલાક લોકો એવા પણ છે કે જે તેને માત્ર અફવા ગણાવે છે. તેમનું કહેવું છે કે જો આ સાચું હોત તો આ જગ્યા આજે ટુરિસ્ટ પ્લેસ બની હોત, જો કે જે લોકો તેને માને છે તેમનું કહેવું છે કે તેનું કારણ કર્ક રેખા હોઈ શકે છે. જે આ જગ્યાએથી પસાર થાય છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)