બરેલી : તમે સાચુ વાંચ્યું છે. 1966માં એટલે કે આજથી 54 વર્ષ પહેલા જે ઝુમકુ બરેલીનાં બજારમાં પડ્યો હતો, તે આખરે 54 વર્ષ બાદ બરેલીનાં ચોક પર મળી ચુક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1966માં આવેલી સુપરહિટ ફિલ્મ મેરા સાયાનું એક ગુત ખુબ જ પ્રસિદ્ધ થયું હતું તેનાં બોલ હતા  'झुका गिरा रे बरेली के बाजार में'. આ ગીતે બરેલીને હિન્દુસ્તાનનાં દરેક વ્યક્તિનાં મોઢે લાવી દીધી હતી. એવામાં બરેલીમાં એક વિશાળ ઝુમકું લગાવવાની તૈયારી કરી. તેના માટે બરેલીમાં એક વિશાળ ઝુમખુ બનાવવામાં આવ્યું છે. હાલ તો બરેલી શહેર માટે પણ આ ઝુમખું આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાએ મચાવ્યો મોતનો તાંડવ, PM મોદીએ જિનપિંગને કહ્યું અમે મદદ માટે તૈયાર
આ ઝુમકુ ખુબ જ વિશાળ છે. તેને એક પિલ્લર પર 32 ફુટની ઉંચાઇ પર લગાવવામાં આવેલો છે. તેનું વજન આશરે 2.7 ક્વિન્ટલ છે. આ ત્રણ રસ્તા પર લગાવવામાં આવેલા વિશાળ ઝુમકાનું લોકાર્પણ કેન્દ્રીયમંત્રી સંતોષ ગંગવારે કર્યું. ગંગવારે બરેલીનાં સાંસદ પણ છે. આ ઘટના પ્રસંગે તેમણે કહ્યું કે, બરેલીની ઓળખ વધારે મજબુત બનશે. બરેલી વિકાસ પ્રાધિકરણનાં કમિશ્નર રણવીર પ્રસાદે કહ્યું કે, તેમણે બરેલીની સાંસ્કૃતિક ધરોહરને લોકોની સામે મુકવાનો પ્રયાસ કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube