કોરોનાએ મચાવ્યો મોતનો તાંડવ, PM મોદીએ જિનપિંગને કહ્યું અમે મદદ માટે તૈયાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને (Xi Jinping) પત્ર લખીને જીવલેણ કોરોના વાયરસને પહોંચી વળવા માટે મદદની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ ચીનનાં હુબેઇ પ્રાંતથી ભારતીય નાગરિકોને કાઢવા માટે ચીન સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી સુવિધા માટે સરાહના કરી. ચીનમાં કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધી 811 લોકોનાં મોત અને 37 હજારથી વધારે લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. કોરોનાવાયરસ સાથે ચીનની બહાર ફિલીપીન્સ અને હોંગકોંગમાં પણ એક-એક વ્યક્તિનાં મોત થઇ ચુક્યા છે.
કોરોનાએ મચાવ્યો મોતનો તાંડવ, PM મોદીએ જિનપિંગને કહ્યું અમે મદદ માટે તૈયાર

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને (Xi Jinping) પત્ર લખીને જીવલેણ કોરોના વાયરસને પહોંચી વળવા માટે મદદની અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ ચીનનાં હુબેઇ પ્રાંતથી ભારતીય નાગરિકોને કાઢવા માટે ચીન સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી સુવિધા માટે સરાહના કરી. ચીનમાં કોરોના વાયરસનાં કારણે અત્યાર સુધી 811 લોકોનાં મોત અને 37 હજારથી વધારે લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. કોરોનાવાયરસ સાથે ચીનની બહાર ફિલીપીન્સ અને હોંગકોંગમાં પણ એક-એક વ્યક્તિનાં મોત થઇ ચુક્યા છે.

AAP એ વ્યક્ત કરી EVM માં ગોટાળાની આશંકા, સંજય સિંહે ચૂંટણી પંચ પર લગાવ્યા મોટા આરોપ
સમાચાર એજન્સી સિન્હુઆનાં રિપોર્ટ અનુસાર, ચીની સ્વાસ્થય અધિકારીઓએ કહ્યું કે, તેમને 31 પ્રાંતીય સ્તરનાં ક્ષેત્રો અને શિંજિયાંગ પ્રોડક્શન એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પ્સ સાથે શનિવારે કોરોનાવાયરસ સંક્રમણના કન્ફર્મ 2656 નવા કિસ્સાઓ અને 89 મોતોની માહિતી મળી છે. સિન્હુઆએ ચીનનાં રાષ્ટ્રીય સ્વાસ્થય પંચનાં હવાલાથી જણાવ્યું કે, આ મોતોમાં 81 હુબેઇ પ્રાંતમાં, હેનામાં બે, હેબઇ, હીલોગજિયાંગ, અનહુઇ, શાનડોંગ, હુનાન અને ગુઆગ્ઝી ઓટોનોમસ રીઝનમાં એક-એકનાં મોત થયા છે. પંચે કહ્યું કે, શનિવારે 3916 નવા શંકાસ્પદ કિસ્સાઓ સામે આવ્યા છે. શનિવારે જ 87 દર્દીઓ ગંભીર રીતે બિમાર પડી ગયા અને 600 લોકો સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી ચુકી છે.

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહ્યું-'રાજ્ય સરકારે CAA લાગુ કરવો જ પડશે', ભાજપે કહ્યું- Welcome
ચીનમાં કોરોનાવાયરસનાં પુષ્ટ થયેલા કેસની સંખ્યા શનિવારે રાતસુધીમાં 37,198 જેટલી પહોંચી ગઇ. પંચે કહ્યું કે, આ બિમારીથી કુલ 811  લોકોનાં મોત થઇ ચુક્યા છે. મળતી માહિતી અનુસાર 6188  દર્દીઓની સ્થિતી ગંભીર છે. 28942 લોકોનાં વાયરસથી સંક્રમિત હોવાની આશંકા છે. યોગ્ય સારવાર બાદ કુલ 2649 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ચુકી છે.

VIDEO અયોધ્યામાં જાજરમાન અને ભવ્યાતિભવ્ય બનશે 'શ્રીરામનું ભવ્ય ધામ', હશે આ હાઈટેક સુવિધાઓ
પંચે કહ્યું કે, 3,71,905 લોકોને કોરોના વાયરસ પીડિતોનો નજીકથી સંપર્ક થયો હોવાની માહિતી મળી છે, તેમાંથી 31,124ને શનિવારે સારવાર બાદ રજા આપી દેવાઇ છે. જ્યારે 1,88,183 અન્ય તમામનીહ જી પણ સારવાર ચાલી રહી છે. શનિવાર સુધીમાં હોંગકોંગમાં ખાસ  પ્રશાસનિક ક્ષેત્ર (SAR) માં એકના મોત સહિત 26 કિસ્સાઓની પૃષ્ટી થઇ, જ્યારે 10 મકાઉ એસએઆરમાં અને તાઇવાનમાં 17 કેસની પૃષ્ટી થઇ છે. મકાઉ અને તાઇવાનમાં એક-એક દર્દી સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news