નવી દિલ્હી: હરિયાણાની જીંદ વિધાનસભા બેઠક માટે થયેલી પેટાચૂંટણીના પરિણામોના સાતમા રાઉન્ડની મતગણતરી બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓના હોબાળાના કારણે મતગણતરી અટકાવવી પડી હતી. સ્થિતિને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી. જો કે હવે મતગણતરી પાછી શરૂ કરાઈ છે.  જીંદમાં મુખ્ય મુકાબલો ઈનેલો (ઈન્ડિયન નેશનલ લોકદળ)થી અલગ થયેલા દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી, ભાજપ, કોંગ્રેસ અને ઈનેલો વચ્ચે છે. અહીંથી જનનાયક જનતા પાર્ટીના દુષ્યંત ચૌટાણાના ભાઈ દિગ્વિજય ચૌટાલા મેદાનમાં છે. જ્યારે કોંગ્રેસમાંથી રણદીપ સૂરજેવાલા મેદાનમાં છે અને ભાજપના ડો. કૃષ્ણ મિઢ્ડા તથા ઈનેલોના ઉમેદ રેડૂ મેદાનમાં છે. અત્યાર સુધી સાત રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટાચૂંટણી પરિણામ LIVE: જીંદમાં BJP સૌથી આગળ, કોંગ્રેસના હોબાળા બાદ મતગણતરી સ્થગિત


શરૂઆતના પાંચ રાઉન્ડમાં જનનાયક જનતા પાર્ટીના દિગ્વિજય સિંહ ચૌટાલા આગળ હતાં. ભાજપના ઉમેદવાર બીજા સ્થાને અને કોંગ્રેસ ત્રીજા સ્થાને હતી. પરંતુ છઠ્ઠા અને સાતમા રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર કૃષ્ણ મિઢ્ડા 10હજાર મતોથી આગળ વધ્યાં. ત્યારબાદ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ કાઉન્ટિંગ બૂથ પર હોબાળો મચાવી દીધો. અને આખરે મતગણતરી થોભવી પડી. 


કોંગ્રેસ, જેજેપી અને ઈનેલોએ આરોપ લગાવ્યો કે ટેબલ નંબર 4 અને ટેબલ નંબર 5 પર ઈવીએમ મશીનના નંબર અલગ હતાં. મતગણતરી કેન્દ્ર બહાર જેવી આ સૂચના આવી કે ભાજપ વિરોધી તમામ પાર્ટીઓએ હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો. ત્યારબાદ મતગણતરી રોકવી પડી. પ્રશાસને વિસ્તારને ખાલી કરાવવા માટે ફોર્સ બોલાવવી પડી અને પોલીસે લાઠીચાર્જ કરી હોબાળો કરી રહેલા લોકોને  ખદેડી મૂક્યાં. 


અત્રે જણાવવાનું કે જીંદ માટે ગત 28 જાન્યુઆરીના રોજ મતદાન થયું હતું. આ મતદાનમાં 75.77 ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...