જીંદ પેટાચૂંટણી: ભાજપના કૃષ્ણ મિડ્ઢા લગભગ 13 હજાર મતોથી જીત્યા, કોંગ્રેસ ત્રીજા નંબરે
જીંદ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપે 12,000થી વધુ મતોથી જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર ડો. કૃષ્ણા મિડ્ઢાએ 12935 મતોથી જીત મેળવી. કૈથલથી કોંગ્રેસના ધારાસભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા ત્રીજા સ્થાને રહ્યાં.
Trending Photos
રામગઢ/જીંદ: જીંદ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપે 12,000થી વધુ મતોથી જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર ડો. કૃષ્ણા મિડ્ઢાએ 12935 મતોથી જીત મેળવી. કૈથલથી કોંગ્રેસના ધારાસભ્ય અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા ત્રીજા સ્થાને રહ્યાં. ભાજપની જીત બાદ કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે પાર્ટી દ્વારા અપાયેલી જવાબદારીને પૂરી કરવા માટે હું અહીં આવ્યો હતો. બીજા સ્થાન પર ઈનેલોથી અલગ થયેલા દુષ્યંત ચૌટાલાની પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JPP)ના દિગ્વિજય ચૌટાલા રહ્યાં. ભાજપ પાંચમા રાઉન્ડ બાદ આગળ નીકળી જતા કોંગ્રેસના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને મતગણતરી ત્યારબાદ થોભવી પડી હતી. સ્થિતિને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ પણ કરવો પડ્યો. જો કે હવે મતગણતરી પાછી શરૂ કરવામાં આવી છે.
ભાજપના ડો. કૃષ્ણલાલ મિડ્ઢાએ જનનાયક જનતા પાર્ટીના દિગ્વિજય ચૌટાલાને 12935 મતોથી હરાવ્યાં. ભાજપના ઉમેદવારને 50,556 મતો મળ્યાં. જ્યારે જેપીપી ઉમેદવારને કુલ 37631 મતો મળ્યાં. કોંગ્રેસના રણદીપ સૂરજેવાલાને 22740 મતો મળ્યાં. આ અગાઉ સાત રાઉન્ડની ગણતરી બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓના હોબાળાના કારણે મતગણતરી રોકવી પડી હતી.
રાજસ્થાનની અલવર જિલ્લાની રામગઢ માટેની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સાફિયા ખાને જીત મેળવી છે. તેમણે ભાજપ અને બીએસપીના ઉમેદવારોને પછાડીને 12228 મતોથી જીત નોંધાવી. ઉલ્લેખનીય છે કે રાજ્યની કુલ 200માંથી 199 બેઠકો માટે ડિસેમ્બરમાં મતદાન થયું હતું.
(રામગઢમાં કોંગ્રેસના સાફિયા ખાને જીત નોંધાવી)
બસપા ઉમેદવારના નિધનના કારણે રામગઢની બેઠક પર ચૂંટણી સ્થગિત કરાઈ હતી. જ્યાં સોમવારે મતદાન કરાવવામાં આવ્યું હતું. 2.35 લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ સીટ માટે બે મહિલાઓ સહિત 20 ઉમેદવારો મેદાનમાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે