જિતિન પ્રસાદને વારસામાં મળ્યો છે `બળવો`, તેમના પિતા સોનિયા ગાંધી વિરૂદ્ધ લડ્યા હતા ચૂંટણી
2004માં જિતિન પ્રસાદ પ્રથમવાર પોતાના વિસ્તાર શાહજહાંપુરથી લોકસભા સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2008માં તેઓ તત્કાલિન મનમોહન સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. તે સમયે તેઓ સૌથી યુવા મંત્રી હતા.
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદ આજે ભાજપમાં સામેલ થઈ ગયા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના સીનિયર નેતાઓમાંથી એક જિતિન પ્રસાદનું ભાજપમાં સામેલ થવુ પ્રદેશમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પ્રમાણે મહત્વનું સાબિત થઈ શકે છે. પરંતુ જિતિન પ્રસાદને બળવાખોરી વારસામાં મળી છે. હકીકતમાં જિતિન પ્રસાદના પિતા જિતેન્દ્ર પ્રસાદ પણ વર્ષ 2000માં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની ચૂંટણીમાં સોનિયા ગાંધી વિરૂદ્ધ લડ્યા હતા. પરંતુ તેઓ હારી ગયા અને થોડા સમય બાદ તેમનું નિધન થઈ ગયું હતું.
જિતેન્દ્ર પ્રસાદે સાંસદ રહેતા સોનિયા ગાંધીના પાર્ટી અધ્યક્ષ બનવાનો સતત વિરોધ કર્યો હતો. એવું એટલા માટે કારણ કે જિતેન્દ્ર પ્રસાદ કાર્યકર્તા તરીકે પાર્ટીમાં સોનિયા ગાંધીથી પણ વરિષ્ઠ હતા. પરંતુ વર્ષ 2000માં જ્યારે પાર્ટી અધ્યક્ષ પદ માટે તેઓ સોનિયા ગાંધી વિરૂદ્ધ ચૂંટણી લડ્યા અને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ આ અદભૂત ગામ પર છે ભોલેનાથનો હાથ, વ્યક્તિ પગ મૂકતાની સાથે જ કરજ-દરિદ્રતામાંથી થાય છે મુક્ત!
તેના ચાર વર્ષ બાદ એટલે કે 2004માં જિતિન પ્રસાદ પ્રથમવાર પોતાના વિસ્તાર શાહજહાંપુરથી લોકસભા સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2008માં તેઓ તત્કાલિન મનમોહન સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. તે સમયે તેઓ સૌથી યુવા મંત્રી હતા.
રાહુલ ગાંધીના નજીકના ગણાતા જિતિન પ્રસાદ કોંગ્રેસમાંથી બે વખત સાંસદ રહી ચુક્યા છે. પરંતુ તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડવાના હતા. જાણવા મળ્યુ હતું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય હોવા છતાં જિતિન પાર્ટી નેતૃત્વથી ખુશ નહોતા. ઉત્તર પ્રદેશમાં પાછલી વિધાનસભા ચૂંટણી સમયે પ્રદેશ અધ્યક્ષ માટે જિતિન પ્રસાદને સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં હતા પરંતુ તે સમયે રાજ બબ્બરને આ જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદથી પણ પ્રસાદ પાર્ટી નેતૃત્વથી નારાજ હતા.
આ પણ વાંચોઃ તમારા કોરોના રસીના સર્ટિફિકેટમાં ભૂલ જાય છે? ફટાફટ આ રીતે જાતે જ કરી શકશો સુધારો
જિતિનના પિતા જિતેન્દ્ર પ્રસાદ તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી અને નરસિમ્હા રાવના સલાહકાર પણ રહી ચુક્યા છે. જિતિન પ્રસાદને સચિન પાયલટ, જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ કોંગ્રેસ સાથે જોડાયેલા પરિવારનો વારસો સંભાળનારા યુવા નેતા માનવામાં આવે છે. જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ જિતિન પ્રસાદ પણ ભાજપમાં આવતા કોંગ્રેસ માટે એક મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે.
આ દરમિયાન ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાં જિતિન વિરુદ્ધ અવાજો પણ ઉઠ્યા હતા. મહત્વનું છે કે પાછલા વર્ષે કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી મોટા ફેરફારની માંગ કરી હતી. આ નેતાઓના સમૂહને જી-23 માનવામાં આવે છે. પરંતુ આ પત્ર જાહેર થયા બાદ ઉત્તર પ્રદેશ કોંગ્રેસે જિતિન વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પ્રદેશ એકમને પત્ર લખનાર નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી, જેમાં જિતિન પ્રસાદનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube