Jiya khan Case Verdict: બોલીવુડ અભિનેત્રી જિયા ખાનનો 3 જૂન 2013ના રોજ મધરાતે મુંબઈના પોશ વિસ્તાર જૂહુના સાગર સંગીત બિલ્ડિંગમાં આવેલા તેના એપાર્ટમેન્ટમાંથી મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. અભિનેત્રી-મોડલ જિયા ખાન આત્મહત્યા કેસમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજે  28 એપ્રિલના રોજ ચુકાદો આપ્યો.મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જીયા ખાન કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. આપને જણાવી દઈએ કે જીયાએ 3 જૂન, 2013ના રોજ ડિપ્રેશન અને સૂરજ સાથેના પ્રેમમાં વિશ્વાસઘાતના કારણે આત્મહત્યા કરી લીધી હતી. પણ પુરાવાના અભાવમાં સુરજ પંચોલીનો આ કેસમાં નિર્દોષ છૂટકારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભર જુવાનીમાં મોત વ્હાલું કર્યું હતું
અત્રે જણાવવાનું કે 25 વર્ષની ઉંમરમાં જિયા ખાને આત્મહત્યા કરી લીધી. આ સમયે એવો હતો જ્યારે જિયાનું કરિયર પણ સારી રીતે ચાલી રહ્યું હતું. તેમ છતાં કરિયરનું વિચાર્યા કર્યા વિના તેણે આત્મહત્યા કરી લીધી. 3 જૂન 2013 ના રોજ તેના ઘરમાંથી જિયા ખાનની લાશ મળી હતી.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube