રાજૂ કેરની, કિશ્તવાડ: જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડમાં ગુરૂવાર રાત્રે (1 નવેમ્બર) આતંકિઓએ બીજેપીના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમના ભાઇ અજીત પરિહારની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. ત્યારબાદથી આ વિસ્તામાં તનાવ ભર્યો માહોલ સર્જાયો છે. ઘટના બાદ તે વિસ્તારમાં કર્ફ્યૂ લાગવી દેવામાં આવ્યું છે. ઘટનાની સામે થઇ રહેલા પ્રદર્શનને જોઇ આજે બીજા દિવસે પણ કર્ફ્યૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે કિશ્તવાડ ડોડા અને રામબન જિલ્લામાં તાત્કાલીક ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જમ્મૂ સંભાગના બાકી સાત જિલ્લામાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ પર રોક લગાવી દેવામાં આવી છે. આ જિલ્લાઓમાં માત્ર 2G સર્વિસ ચાલુ રાખવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે ભાજપ નેતા અનિલ પરિહાર અને તેમના ભાઇની હત્યાની તપાસ માટે કિશ્તવાડ એડિશનલ એસપીની આગેવાનીમાં એસઆઇટીની રચાન કરી તપાસ હાથ ધરવામાં આવી છે. સ્વં નેતાના અંચિમ સંસ્કાર શુક્રવાર બપોરે 3 વાગ્યા બાદ કરવામાં આવશે જેમાં જમ્મૂ કાશ્મીર ભાજપના કેટલાક મોટા નેતાઓ શામેલ થશે.


શુ છે સંપૂર્ણ ઘટનાક્રમ
મળતી જાણકારી અનુસાર, ગુરૂવાર રાત્રે 8 વાગ્યાની આસપાસ ભાજપના પ્રદેશ સચિવ અનિલ પરિહાર તેમની દુકાનથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આતંકિઓએ અનિલ પરિહાર અને તેમના ભાઇ અજીત પરિહારની ગોળી મારી હત્યા કરી દીધી હતી. આતંકિઓના આ હુમલામાં ભાજપ નેતા અને તેમના ભાઇનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હુમલા બાદ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનામાં બે આતંકીઓ શામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...